કોકીલકંઠી કિંજલ દવેએ પરિવાર સાથે લીધી પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવની મુલાકાત, કહ્યું, “આપણે માતાજીને માનતા હોય કે શિવજીને માનતા હોય કે પછી કોઈ ક્રિશ્ચન હોય કે કોઈ મુસ્લિમ હોય..” જુઓ વીડિયો
અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં રોજના લાખો લોકો પણ તેને નિહાળવા માટે આવી રહ્યા છે અને આ મહોત્સવમાં વિશ્વ કક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ મહોત્સવને નિહાળવો એ પોતાનામાં જ એક લ્હાવો છે અને એટલે જ લોકો દૂર દૂરથી આ મહોત્સવને નિહાળવા માટે આવી રહ્યા છે.
આ મહોત્સવમાં ભાગ લેવા માટે લગભગ 3 લાખ જેટલા NRI પણ આવ્યા છે, તો સાથે જ આપણા દેશના લાખો લોકો પણ આ મહોત્સવને નિહાળશે. જેમાં નેતા, અભિનેતાઓ, બિઝનેસમેન અને નામી અનામી ઘણા કલાકારો પણ જોવા મળવાના છે. ત્યારે હાલમાં જ આ મહોત્સવની મુલાકાત ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ લીધી હતી, જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
આ મહોત્સવમાં કિંજલ દવે એકલી નહિ પરંતુ તેના આખા પરિવાર સાથે પહોંચી હતી. જેની તસવીરો તેના પિતા લલિત દવે દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કિંજલ દવે તેના ભાઈ, પિતા અને મમ્મી સાથે પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા સામે ઉભા રહીને તસવીર ખેંચાવી રહી છે.
આ ઉપરાંત અન્ય એક તસવીરમાં કિંજલ દવેના માતા પિતા અક્ષરધામ સામે ઉભા રહીને તસવીર ખેંચાવી રહ્યા છે. આ ઉપરાંત પણ બીજી અન્ય તસવીરો લલિત દવે દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરો શેર કરવાની સાથે લલિત દવેએ એક ખુબ જ સરસ મજાનું કેપશન પણ લખ્યું છે.
લલિત દવેએ લખ્યું કે, “અક્ષર પુરુષોત્તમ પ્રગટ બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય સંત શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સહ પરિવાર સાથે પ્રમુખ સ્વામી નગર ઓગણઝ અમદાવાદ ખાતે ભક્તિપૂર્વક હાજરી આપી દર્શન-વંદન કર્યાં. આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાદાયક જીવનયાત્રાને નિહાળીને બાલનગરી, અક્ષરધામ, ગ્લો ગાર્ડનની મુલાકાત લીધી.”
આ ઉપરાંત લલિત દવેએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કિંજલ દવે આ મહોત્સવની મુલાકાત લેતા નજરે ચઢી રહી છે. “આપણે માતાજીને માનતા હોય કે શિવજીને માનતા હોય કે પછી કોઈ ક્રિશ્ચન હોય કે કોઈ મુસ્લિમ હોય, પણ ખરેખર વિશ્વ એક માળો છે, વસુદેવ કુટુંબકમ, અહીંયા કોઈ ધર્મના કે જાતિના લોકોને માટે આ નથી.”
કિંજલે આગળ કહ્યું કે, “પણ આ એક નગર એવું છે જ્યાં સેવા અને સમર્પણ એકતા કોને કહેવાય, સેવા કોને કહેવાય, એકબીજા માટેનો ભાવ શું હોય? જેમ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે નથી રહ્યા અત્યારે, છતાં પણ એ આપણા દિલમાં, આપણી અંદર એ જીવતા છે. એટલે બાપા માટે ખાસ…:” આટલું કહીને “જીવું છું રસીલા તારા મુખડાને જોઈને..” ભજન પણ ગાયું.
આ મહોત્સવ વિશે વાત કરતા કિંજલ દવેએ કહ્યું, “હું દરેક લોકો અને જે પણ લોકો મને જોઈ રહ્યા છે એ બધાને કહીશ કે સર્વે અહીંયા આવો અને બાપાની શતાબ્દી આપણે સૌ મળીને ઉજવીએ, સૌ દર્શનનો લ્હાવો લો, મસ્ત ખીચડી ખાઓ, મસ્ત ફરો, અને આ જે વસુદૈવ કુટુંબકમનો ભાવ છે એ આખા સમગ્ર વિશ્વમાં ફેલાવીએ.”
View this post on Instagram
લલિત દવેએ આ વીડિયોની સાથે ખુબ જ સરસ પંક્તિઓ પણ લખી છે, તેમને લખ્યું છે, “સકળ સૃષ્ટિનો તું ધણી અને સચરાચર તારો વાસ, જ્યાં જ્યાં ચિત મેં ધર્યું ત્યાં થયો તારો ભાષ, કારજ સર્વે તુજ કરતો પણ માથે ના રાખતો ભાર, તારી કળા તુજ જાણે કોઈ, શુ જાણે રે કિરતાર તારી વાડીના અમે ફૂલડાં તું, મહેકે થઈને સુવાસ, તું શેઠ મારોને હું મૂર્ખ ગમાર, પણ તારો દાશ – લલિત દવે !”
View this post on Instagram
આ ઉપરાંત લલિત દવે દ્વારા તાજેતરમાં જ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં કિંજલ દવે પ્રમુખ નગરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેને અક્ષરધામની પણ મુલાકાત લીધી હતી. આ ઉરપટ લલિત દવે દ્વારા આ મહોત્સવનો અદભુત નજારો પણ કેમેરામાં કેદ કરીને શેર કરવામાં આવ્યો છે.