ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવેનો કાતિલ અંદાજ ! એવી તસવીરો શેર કરી કે લોકો હક્કાબક્કા રહી ગયા, કહ્યું, “તમારી દેશી ગર્લ દેશી નથી..” જુઓ

Kinjal Dave Hot Pics : ગુજરાતમાં ઘણા બધા સેલેબ્સ છે અને આ સેલેબ્રિટીઓ હંમેશા ચાહકોની વચ્ચે છવાયેલા રહેતા હોય છે. માત્ર કલાકારો જ નહિ પરંતુ ગાયકો અને ગાયિકાઓ પણ હંમેશા ચાહકોને કોઈને કોઈ રીતે સરપ્રાઈઝ કરતા હોય છે. તેમાં પણ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનું પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે.

કિંજલ દવેના અવાજના તો લાખો લોકો દીવાના છે જ, પરંતુ તેની સુંદરતા પણ ચાહકોના મન મોહી લેતી હોય છે. કિંજલ દવેના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તો કિંજલ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો માટે અવાર નવાર તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી જોવા મળે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

હાલમાં જ કિંજલે પોતાની કેટલીક ખાસ તસવીરો પોસ્ટ કરી છે, જેની અંદર કિંજલ દવેનો કાતિલાના અંદાજ ચાહકોને પણ ઘાયલ કરતો જોવા મળી રહ્યો છે. આ તસીવીરોમાં એક અલગ જ કિંજલ દવે તેના ચાહકો સમક્ષ જોવા મળી રહી છે. તસવીરો પોસ્ટ થયાના થોડા કલાકમાં જ તેને 1 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલે કેપશન પણ એવું જ શાનદાર આપ્યું છે. તેને કેપશનમાં લખ્યું છે, “તમારી દેશી ગર્લ, બહુ દેશી નથી !’ આ ઉપરાંત ચાહકો આ તસવીરો પર ઢગલાબંધ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. કોઈ કિંજલ દવેને હોટ કહી રહ્યું છે તો કોઈ તેને સેક્સી પણ કહેતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઘણા ચાહકો હાર્ટ ઈમોજી પણ કોમેન્ટ કરી રહ્યા છે.

સામે આવેલી તસવીરોમાં કિંજલ દવે વેસ્ટર્ન  આઉટફિટમાં કહેર વર્તાવતી જોવા મળે છે. તેને કેમેરા સામે એકથી એક કાતિલ પોઝ આપ્યા છે. સામે મિરરમાં પણ કિંજલ દવેનું બેક દેખાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતી ગાયિકાની આ હોટ તસવીરો જોઈને ચાહકો પણ ભાન ભૂલતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel