જયારે સાપ પોતાને જ ગળી રહ્યો હતો ત્યારે આ વ્યક્તિએ કર્યુ એવું કે… જુઓ હેરાન કરી દેનારો વીડિયો

સાપ નાનો હોય કે વિશાળ, તેનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે. સાપ એક ઝેરી પ્રાણી છે અને તેનો ડંખ કોઈને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. આ જ કારણ છે કે સાપને જોતા જ માણસો પોતાનો રસ્તો બદલી નાખે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક સાપ પોતાની જાતને જ ગળી રહ્યો છે. યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 13 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે એક માણસ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેની પાસે સ્પોટેડ કિંગ સાપ હતો.

જ્યારે તે પોતાની જાતને ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેના આખા શરીરને લગભગ ગળી ગયો હતો. ત્યારબાદ માલિકે સાપને રોકવા માટે ખૂબ જ વિચિત્ર યુક્તિનો પ્રયોગ કર્યો, જેણે એક ચમત્કાર જેવું કામ કર્યું. વિડિયોમાં સાપ તેની પૂંછડી અને તેના પાછળના શરીરના મોટા ભાગને ગળી જતો જોઈ શકાય છે. જો કે, કિંગસ્નેકના માલિકે તેના માથા પર હેન્ડ સેનિટાઈઝર લગાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે સાપને હેન્ડ સેનિટાઈઝરનો સ્વાદ પસંદ નથી.

જેવી વ્યક્તિએ સાપ પર સેનિટાઈઝર લગાવ્યું કે તરત જ તેણે તેનું આખું શરીર તેના મોઢામાંથી બહાર કાઢી નાખ્યું જે તેણે ગળી લીધું હતું. વ્યક્તિએ કહ્યું કે તેણે અજાણતા સાપના માથાને બદલે તેની આંખો પર સેનિટાઈઝર લગાવી દીધું હતું, તેથી તે ઝડપથી ઉછળ્યો હતો. જો કે, તેમણે સ્પષ્ટતા કરી, ‘સારા સમાચાર એ છે કે સાપ પાસે સ્પષ્ટ ભીંગડા હોય છે જે તેમની આંખોનું રક્ષણ કરે છે, તેથી તેમની આંખોને હેન્ડ સેનિટાઈઝરથી જરાય અસર થઈ નથી.’

તેણે એ પણ જણાવ્યું કે સાપની તબિયત સારી છે અને ઘટના બાદ તેણે તેનો ખોરાક પણ ખાઈ લીધો. આ ઘટના બાદ આ સાપ ઝડપથી સ્વસ્થ થઈ ગયો અને હવે તે એકદમ ઠીક છે. મેં તેને ધોઈ નાખ્યો અને તે પછી તરત જ તેણે તેનો ખોરાક ખાધો. શા માટે સાપ પોતાને ગળી ગયો, તે માણસે સમજાવ્યું,આ રીતની વાત કયારેક કયારેક કિંગસ્નેક સાથે થતી રહે  છે કારણ કે કિંગસ્નેક બીજા સાપોને ખાય છે. કેટલાક લોકો માને છે કે આ તણાવ, ભૂખમરો કે તાપમાનના વધારે ગરમ હોવાને કારણે થયુ. આ સંદેહાસ્પદ છે કે આ સ્થિતિમાં તેમાંથી કોઇ કારણ હોઇ શકે છે.

Shah Jina