તાડપત્રીની નીચે છુપાઈને બેઠો હતો લાંબો લચક અને ભયાનક કિંગ કોબ્રા, પછી એક છોકરી આવી અને હાથમાં ડંડો લઈને કર્યું એવું કે.. જુઓ વીડિયો

ઘરની બાર તાડપત્રી નીચે છુપાઈને બેઠેલા કિંગ કોબ્રાને જોઈને ઘરના લોકોના રૂંવાડા ઉભા થઇ ગયા, ફૂંફાડા મારતા સાપે… જુઓ વીડિયો

સાપનું નામ સાંભળતા જ ભલભલાના હોંશ ઉડી જતા હોય છે અને તેમાં પણ જો કિંગ કોબ્રા જોવા મળે તો આંખો ચાર થઇ જાય છે. કારણ કે સાપ જો કરડે તો માણસનું બચવું લગભગ અશક્ય હોય છે. ત્યારે ઇન્ટરનેટ ઉપર સાપને લઈને ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકો ભયાનક સાપને પણ પકડતા જોઈ શકાય છે. આવો જ એક વીડિયો હાલ ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘરમાં એક ખૂબ જ મોટો અને ઝેરીલો કિંગ કોબ્રા જોવા મળે છે, જેના પછી લોકોના રૂંવાડા ઉભા થઈ જાય છે. શેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે તાડપત્રી નીચે એક મોટો કિંગ કોબ્રા જોવા મળે છે. આ કિંગ કોબ્રા જોવામાં ખૂબ જ ખતરનાક લાગે છે. કિંગ કોબ્રા પોતાના હૂડને એવી રીતે ફેલાવે છે કે કોઈ તેને જોઈને કોઈપણ ડરી જાય. જો કે ત્યાં ઉભેલા કેટલાક લોકો આ કિંગ કોબ્રાને પકડવા માટે ઘણા પ્રયત્નો કરવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો વારંવાર કિંગ કોબ્રાની પૂંછડી પકડવાનો પ્રયાસ કરે છે. જો કે, કોબ્રા અહીં-ત્યાં ફરતો રહે છે અને ઘણી વખત છોકરાના હાથમાંથી છટકી જાય છે. તે જ સમયે, છોકરો કોબ્રાને પકડવા માટે તેની પાછળ રહે છે અને તેને ક્યાંય જવા દેતો નથી. તે જ સમયે, એક છોકરી પણ તેની બાજુમાં ઉભી છે. છોકરી પણ કોબ્રાને પકડવા માટે ઘણી મહેનત કરે છે અને તેના હાથમાં લાકડી પકડે છે.

છોકરી એ લાકડી વડે સાપને પકડવાનો પ્રયત્ન કરે છે. તે જ સમયે, છોકરીના હાથમાં એક બેગ પણ છે. અંતે, કોબ્રા તે થેલીમાં પકડાઇ છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, સાથે જ આ ખતરનાક સાપને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. તો ઘણા લોકો આ છોકરીની બહાદુરીની પણ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel