જાણો છો શા કારણે પત્તામાં લાલના બાદશાહની મૂંછો નથી હોતી ? કારણ જાણીને હેરાન રહી જશો !

પત્તા મોટાભાગે દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણે રમ્યા હશે, ઘણા લોકો જુગારની અંદર રમતા હોય છે તો ઘણા ભાઈ-બહેનો ખાલી ટાઈમ પાસ કરવા માટે પણ ઘરમાં રમતા હોય છે, આપણને બધાને ખબર છે કે પત્તાની કેટમાં 52 પાનાં હોય છે અને તેમાં ચાર રાજા હોય છે, જે આમ તો એક જ સરખા દેખાતા હોય છે, પરંતુ લાલના રાજામાં મૂંછો નથી હોતી, હવે ઘણા લોકોને મનમાં એ વાત આવી હશે કે આખરે આવું શા કારણે હોતું હશે ?


મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી ખુબ જ ચોંકાવનારી છે. શરૂઆતમાં જયારે પત્તાની રમત અમલમાં આવી ત્યારે લાલના રાજાની મૂંછો જોવા મળતી હતી. પરંતુ જયારે આ પત્તાને બીજીવાર ડિઝાઇન કરવામાં આવ્યા ત્યારે ડિઝાઈનર આ રાજાનું મૂંછો બનાવવાનું ભૂલી ગયો. ડિઝાઈનરની આ ભૂલને ક્યારેય સુધારવામાં આવી નહોતી અને ત્યારથી કિંગ ઓફ હાર્ટ એટલે કે લાલનો રાજા મૂંછો વગર જ જોવા મળે છે.

એમ તો આ ભૂલ ના સુધારવા પાછળનું કારણ એમ પણ માનવામાં આવી રહ્યું છે કે “કિંગ ઓફ હાર્ટ” ફ્રેન્ચ કિંગ “શારલેમેન”ની તસવીર છે, જે દેખાવમાં ખુબ જ સુંદર  અને પ્રખ્યાત હતા. એટલા માટે તેમને સૌથી આગળ દેખાવવાની ઇચ્છામાં પોતાની મૂંછો હટાવી દીધી હતી. આજ કારણ રહ્યું કે આ ભૂલને પછી સુધરાવમાં ના આવી.

તમને જણાવી દઈએ કે કિંગ ઓફ હાર્ટ્સના નામ ઉપર એક હોલીવુડમાં ફિલ્મ પણ બની ચુકી છે, જેમાં રાજાની મૂંછો નથી. તમને જણાવી દઈએ કે પત્તામાં જોવા મળી રહેલા ચારેય રાજાઓ ઇતિહાસના કેટલાક મહાન રાજાઓને સમર્પિત છે.

 

Niraj Patel