ઓનલાઇન ગેમની અંદર 13 વર્ષનો દીકરો ખોઈ બેઠો 40 હજાર રૂપિયા, મમ્મીએ કર્યો ગુસ્સો તો દીકરાએ અંતિમ ચિઠ્ઠી લખી ભર્યું આવું પગલું

વાલીઓ ચેતજો: ઓનલાઇન ગેમમાં મમ્મીના ખાતામાંથી ગયા 40,000, માનસિક તાણમાં આવીને 13 વર્ષના દીકરાએ અંતિમ ચિઠ્ઠી લખી ભર્યું આ પગલું

આજકાલ સ્માર્ટફોનનો સમય આવી ગયો છે ત્યારે દરેક ઉંમરના લોકો હવે સ્માર્ટ ફોન વાપરવા લાગ્યા છે. ઘણા લોકો માટે સ્માર્ટફોન દ્વારા કામ સરળ બની ગયું છે, તો ઘણા લોકોને તેની આદત પણ લાગી ગઈ છે. વળી, કોરોના અને લોકડાઉનના કારણે શાળા અને કોલેજો પણ બંધ હોવાના કારણે બાળકોનું શિક્ષણ પણ સ્માર્ટ ફોન દ્વારા જ શરૂ થઇ ગયું, પરંતુ ઘણા બાળકોને ઓનલાઇન ગેમની પણ લત લાગી જતી હોય છે.

બાળકો માટે ઓનલાઇન ગેમ રમવી ઘણીવાર ઘાતક સાબિત થાય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બાળક ઓનલાઇન ફ્રી ફાયર ગેમની અંદર 40 હજાર રૂપિયા ખોઈ ચુક્યો હતો, જેની જાણ તેની માતાને થતા બાળકને ઠપકો આપ્યો હતો, પરંતુ બાળકે તેના બાદ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના છત્તરપુરમાંથી. જ્યાં એક છઠ્ઠા ધોરણમાં ભણતા એક બાળકે આપઘાત કરી લીધો છે. આ બલ્કે ફ્રી ફાયર નામની ઓનલાઇન ગેમમાં 40 હજાર રૂપિયા ખોઈ નાખ્યા હતા. જેના બાદ આ ડરામણું પગલું તેને ભરી લીધું. પોલીસને બાળક દ્વારા લખેલ એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સિવિલ લાઈન વિસ્તારમાં સાગર રોડ ઉપર રહેવાવાળા 13 વર્ષના બાળક કૃષ્ણા પાંડે મોબાઈલ ઉપર ફ્રી ફાયર ગેમ રમતો હતો. જેના કારણે તેની માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા નીકળી ગયા. જયારે આ વતા તેની માતાને ખબર પડી ત્યારે તેમને કૃષ્ણાને ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડી. 40 હજાર રૂપિયા ખોવાના ડિપ્રેશનમાં બાળક આવી ગયું અને તેના જ કારણે તેને ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું.

પોલીસને આ બાળક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેને હિન્દી અને અંગ્રેજીમાં લખ્યું છે. આ બાળકે પોતાના માતા પિતાની માફી માંગી છે. સાથે જ ફ્રી ફાયર ગેમની અંદર પૈસા ખોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ખબર પ્રમાણે બાળકના પિતા પેથોલોજી લેબ ચલાવે છે અને તેની માતા જિલ્લા હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં કામ કરે છે.

શુકવારના રોજ બપોરે 3 વાગે તેના પિતા પેથોલોજી ઉપર હતા અને તેની માતા હોસ્પિટલમાં હતી. આ દરમિયાન જ તેની માતાના ખાતામાંથી 1500 રૂપિયા કપાવવાનો મેસેજ  મોબાઈલ ઉપર આવ્યો. તેની માતાએ ઘરે રહેલા દીકરાને ફોન લગાવીને પૂછ્યું કે પૈસા કેમના કપાયા તો દીકરાએ જણાવ્યું કે આ ઓનલાઇન ગેમના કારણે કપાયા છે. ત્યારે આ વાત ઉપર નારાજગી જતાવતા તેને લડી પણ હતી.

જેના બાદ કૃષ્ણા રૂમમાં ચાલ્યો ગયો. અંદરથી દરવાજો બંધ કરી લીધો. ઘરમાં હાજર રહેલી મોટી બહેને દરવાજો ખખડાવ્યો, ત્યારે જવાબ ના મળ્યો. દીકરીએ તેના પિતાને આ વિશે જણાવ્યું. જેના બાદ તરત તેના માતા પિતા ઘરે આવ્યા અને દરવાજો તોડીને જોયું તો અંદર કૃષ્ણા ફાંસીના ફંદા ઉપર લટકેલો હતો.

છેલ્લા થોડા દિવસથી કૃષ્ણા ઓનલાઇન ગેમ ફ્રી ફાયરનો શિકાર બની ચુક્યો હતો. આના પહેલા પણ તે ઘણીવાર રૂપિયા હારી ચુક્યો છે.  આજે મોટાભાગના બાળકો પણ આવી રીતે ઓનલાઇન ગેમનો શિકાર બની જતા હોય છે અને તેમને જો ગેમ રમવા દેવામાં ના આવે તો તે ગુસ્સો પણ કરતા હોય છે.

આ પહેલા પણ જયારે ભારતમાં પબજી ગેમનું ચલણ હતું ત્યારે પણ બાળકો પબજી ગેમનો શિકાર બની ગયા હતા, જેમાં પણ કેટલાક બાળકો ચીડચીડિયા સ્વભાવના થયા હોવાના પણ ઉલ્લેખ મળ્યા છે. ત્યારે આજના બાળકોને મોબાઈલનું વ્યસન ઓછું કરાવવું  એક માતા પિતાની ફરજ બને છે.

Niraj Patel