એક ભૂલથી બે સગા ભાઈઓની ડૂબવાથી થઇ મૃત્યુ, પાસે બેઠેલી માં બૂમ પાડતા ટાંકીમાં કૂદી

રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખામાં શનિવારના દિવસે ખુબ દર્દનાક ઘટના બની હતી, જેને જાણીને તમારું પણ હૈયું કંપી ઉઠશે. અહીં આરકેપુરમ કોલોનીમાં રહેતા બે નાના દીકરાઓ પાણીની ટાંકીમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી બંનેનુ કમકમાટી ભર્યું મૌત થયું હતું.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આ દર્દનાક ઘટનાના સમયે બંને બાળકોની માં પણ ત્યાં જ હતી, બાળકોને ટાંકીમાં પડતા જોતા તે પણદીકરાઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમા મૂકીને ટાંકીમાં કૂદી પડી હતી પણ દુર્ભાગ્યવશ બાળકોને બચાવી ન શકી અને બાળકોનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા જ પાડોશમાં રહેતા લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા અને જેમ તેમ કરીને બાળકોની માને બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, હાલ તેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ સિવાય પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને બંન્ને બાળકોના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા.

Image Source

બંને બાકળોના પિતા તેજારમ સુથારકામની બાબતે પુણે ગયા હતા અને તેની પત્ની બંને દીકરાઓ રોનક અને દેવકિશન સાથે ઘરે હતી અને તે પોતાની નણંદના ઘરે રાતે સુવા માટે જતી હતી. નણંદના ઘરે જ શનિવારે સવારે આ ઘટના બની હતી.

Image Source

બંને બાળકો ટાંકી પાસે જ રમી રહ્યા હતા અને અચાનક લપસી જતા બંને ટાંકીમાં પડી ગયા હતા, ટાંકીનું ઢાંકણ ખુબ જ નાનું હતું પણ ટાંકી 10 ફૂટ જેટલી ઊંડી હતી. પતિ તેજારામને ઘટનાની જાણ કરીને બોલાવવામાં આવી ચુક્યા છે અને આ દુઃખદ ઘટનાને લીધે જાણે કે કોલોનીમાં માતમ છવાઈ ગયું હતું, અને ઘરના લોકોની રડી રડીને ખરાબ હાલત થઇ ગઈ છે.

Krishna Patel