રસ્તા પર આ બાળકના અદભુત ટેલેન્ટને જોઈને ચાલતા જતા લોકોની પણ આંખો તેના પર અટકી, વીડિયો જોઈને તમે પણ સલામ કરશો, જુઓ

ટેલેન્ટના કોઈ સીમાડા નથી હોતા એ વાત આ ટેણીયાએ સાબિત કરી આપી, જુઓ રસ્તા વચ્ચે બતાવ્યું એવું ગજબનું ટેલેન્ટ કે લોકોના કદમ પણ થંભી ગયા, જુઓ વીડિયો

દુનિભરમાં ઘણા એવા ટેલેન્ટેડ લોકો છે જેમની પાસે એવા એવા ટેલેન્ટ પડેલા છે જેને જોઈને અપને પણ હેરાન રહી જઈએ. પરંતુ અફસોસની વાત એ હોય છે કે તેમને તેમનું ટેલેન્ટ બહાર લાવવા માટે કોઈ પ્લેટફોર્મ નથી મળતું. પરંતુ આજેર સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ સોશિયલ મીડિયા જ ઘણા લોકોના ટેલેન્ટને બહાર લાવે છે અને તેમને રાતોરાત સ્ટાર પણ બનાવી દીધા હોવાના ઉદાહરણો છે.

ત્યારે હાલ એવા જ એક ટેલેન્ટેડ બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે રસ્તા પર બેસીને પોતાનું ટેલેન્ટ બતાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક પોતાની પ્રતિભાથી રસ્તા પરથી પસાર થતા લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ બાળકને રસ્તા પર બેસીને ડ્રમ વગાડતા જોઈ શકાય છે, પરંતુ તેની સ્ટાઈલ થોડી અલગ છે.

આ બાળકે ડ્રમ બનાવવા માટે પ્લાસ્ટિકના બોક્સનો ઉપયોગ કર્યો છે. તે પોતાની કળામાં એટલો નિપુણ છે કે બાળક ડ્રમ નહીં પણ બોક્સ વગાડીને ડ્રમ બીટીંગ કરે છે તે સાંભળીને રસ્તા પર જતા લોકોના કદમ પણ થંભી જાય છે. આ દેશી જુગાડે ઘણા લોકોના દિલ જીતી લીધા અને બાળકની ટેલેન્ટ જોવા માટે લોકો રસ્તા પર પોતાની જાતને રોક્યા વિના રહી ના શક્યા.

આ વીડિયોએ માત્ર મનોરંજન જ નહીં પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને પ્રેરણા પણ આપી છે. ઘણા બાળકો પાસે ઓછી કે કોઈ સુવિધા નથી, પરંતુ તેમ છતાં તેઓ તેમના સપના પૂરા કરવાનો માર્ગ શોધે છે. માત્ર 36 સેકન્ડનો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને ઘણી હૃદયસ્પર્શી કોમેન્ટ પણ કરી છે.

Niraj Patel