અસંખ્ય મગરના બચ્ચાથી ભરાયેલા પુલમાં આ નાના ટેણીયાએ લગાવી દીધી છલાંગ, પછી થયું એવું કે વીડિયો જોઈને તમારી ચીસ નીકળી જશે…

મગરના બચ્ચાઓથી ખચોખચ ભરેલા પુલની અંદર જ શર્ટ કાઢીને કૂદી પડ્યું આ ટેણીયું.. પછીનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ આવે, જુઓ વીડિયો

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને ઘણીવાર તે પોતે શું કરતા હોય છે તેનું તેમને પણ ભાન નથી હોતુ, અને પોતાની બાલિશતામાં ઘણા બાળકો એવી એવી હરકત કરી બેસે છે જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમના માતા પિતા પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવા ઘણા તોફાની બાળકોના વીડિયો પણ તમે જોયા હશે, પરંતુ હાલ જે વીડીયો વાયરલ થઇ રહ્યો છે તે તમારા હોંશ ઉડાવી દેશે.

મગર નાનો હોય કે મોટો તે હંમેશા ખતરનાક હોય છે, અને તે પોતાનો શિકાર એકવાર પકડી લે પછી છોડતો નથી અને શિકારનો જીવ બચાવવો પણ લગભગ અશક્ય જ બની જાય છે. પરંતુ હાલ એક ટેણીયાનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને એક ક્ષણ માટે તો કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

આ ચોંકાવનારા વીડિયોમાં એક પૂલ દેખાઈ રહ્યો છે, જે મગરના બચ્ચાઓથી ભરેલો છે. પૂલમાં એકસાથે ઘણા મગર છે, જેને જોઈને કોઈની પણ હાલત ખરાબ થઈ જાય. આગળ વિડિયોમાં તમે જોશો કે કેવી રીતે એક નાનું બાળક પોતાનું ટી-શર્ટ ઉતારે છે અને આ ભયાનક મગરથી ભરેલા પૂલમાં કૂદી પડે છે. વિડીયો જોઈને મનમાં અનેક વિચારો ફરવા લાગે છે.

આમ તો મગર ક્યારેય પોતાના શિકારને જીવતો નથી છોડતા પરંતુ આ વીડિયોની અંદર તે બાળકને સહેજ પણ નુકશાન નથી પહોંચાડતા અને બાળક પણ પુલમાં આનંદ લઈને મગરના બચ્ચાઓ સાથે તરતું જોવા મળે છે. મગરનું બચ્ચું ક્યારેક બાળકની ઉપર પણ ચઢી જાય છે. ત્યારે હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel