કિયારા અડવાણીએ પહેરેલી આ સફેદ ટી-શર્ટ છે આટલી મોંઘી, કિંમત જાણીને નહિ થાય વિશ્વાસ…

શેરશાહની અભિનેત્રી કિયારા અડવાણીએ એવી ટી-શર્ટે પહેરી કે મચી ગયો હંગામો, કિંમત જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

બોલિવૂડ સેલેબ્સની ફેશન યુવાઓની વચ્ચે ચર્ચાનો વિષય બનેલી રહેતી હોય છે. ચાહકો તેમના ગમતા સિતારાઓની ફેશન અને સ્ટાઇલ ફોલો કરતા હોય છે. તે બાબતે જોઈએ તો કિયારા અડવાણી યુવાઓ માટેની ફેશન આઇકન બનીને ઉભરી છે. અભિનેત્રી થોડા સમય પહેલા એરપોર્ટ પર સ્પોટ થઇ હતી જ્યાં અભિનેત્રી ગુચીની સફેદ કલરની ટી-શર્ટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

અભિનેત્રી 12 નંબરના એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. અભિનેત્રી આરામદાયક લાંબી ટી-શર્ટ અને સફેદ શોટ્સમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. કિયારાના ખાસ લુક પર લોકોની નજર એટલે પણ અટકી ગઈ કેમકે અભિનેત્રીએ કોઈ જેવી તેવી ટી-શર્ટ નહતી પહેરી પરંતુ ગુચી બ્રાન્ડની ટી-શર્ટ પહેરેલી હતી. સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વિડીયો થોડા દિવસ પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેની પર 3 લાખ કરતા પણ વધારે લાઇક્સ આવી ગઈ છે.

વીડિયોમાં કિયારા સફેદ આઉટફિટ સાથે સફેદ રંગના બુટ પહેરેલા નજર આવી રહ્યા છે. અભિનેત્રીએ બ્રાઉન કલરની લેધર બેગ કેરી કરેલી છે. અભિનેત્રીએ ત્યાં ઉભેલા પેપરાજીઓને પણ નિરાશ નતા કર્યા અને ઘણા બધા શાનદાર પોઝ આપ્યા હતા. સ્ટાર ફોટોગ્રાફરે વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ આજે કિયારા શૂટિંગ માટે હૈદરાબાદ જવા માટે નીકળી ગઈ છે.’

મીડિયા રિપોર્ટ અનુસાર કિયારાએ જે ટી-શર્ટ પહેરેલી છે તેની કિંમત લગભગ 52 હજાર રૂપિયાની છે. કિયારાને વેસ્ટર્નની સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો પણ શોખ છે. સાડીમાં તો અભિનેત્રીની સુંદરતા બેઘણી વધી જતી હોય છે.

થોડા દિવસો પહેલા જ સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે અત્યારે લગ્ન કરવાની કોઈ જ ઈચ્છા નથી. અત્યાર સુધી કોઈ ખાસ ફિલ્મનું પ્રોડક્શન થયું નથી. સવાલથી બચવા માટે ખુબ જ સ્માર્ટ ઉપાય! જોકે પછી ચાહકોને આવું કહીને રાહત આપે છે કે તે બધાને કહેશે કે લગ્ન ક્યારે અને ક્યાં થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર કિયારા અને સિદ્ધાર્થ ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણી વાર વેકેશન પર અને ઇવેન્ટમાં સાથે સ્પોટ પણ થયેલા છે. જોકે તેમને તેમના રિલેશન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ આવી વાતો છુપાતી પણ નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા જલ્દી ફિલ્મ ‘ગોવિદા મેરા નામ’માં જોવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને ભૂમિ પેડનેકરનો પણ મુખ્ય રોલ છે. ફિલ્મમાં ત્રણેનો લુક રિલીઝ કરી દીધો છે. પીળા કલરની સાડીમાં કિયારા ફિલ્મના પોસ્ટરમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Patel Meet