મનોરંજન

ખય્યામ સાહેબના નિધનથી શોકમાં ગરકાવ થયું બૉલીવુડ, વડાપ્રધાન PM મોદીએ કહી આ વાત

હિન્દી ફિલ્મના જાણીતા સંગીત નિર્દેશક ખય્યામનું સોમવારે રાતે નિધન થયું છે. છાતીમાં ઇન્ફેક્શન અને ન્યુમોનિયાની તકલીફના કારણે થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


ખય્યામેં બોલીવુડમાં લગભગ 40 વર્ષ સુધી કામ કર્યું હતું. ખય્યામે 35 ફિલ્મમાં સંગીત આપ્યું હતું. ખય્યામના નિધનથી ફિલ્મ જગતથી લઈને રાજનીતિમાં પણ શોક ફેલાયો છે.


વડાપ્રધાન મોદીએ પણ ખ્યયામના નિધન પર ટ્વીટ કરીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, સૌથી યાદગાર કેટલાક કંપોઝીશન્સને હંમેશા યાદ રાખવામાં આવશે. આ કંપોઝીશન્સ માટે ભારત આભારી છે. નવા કલાકારના માનવીય વર્તન માટે ખ્યાંયમ સાહેબને હંમેશા યાદ રાખવામાં આવશે.


વડાપ્રધાન મોદીએ બીજું ટ્વીટ કરતા લખ્યું હતું કે, તેના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેને તેની યાદગાર ધૂનથી અગણિત ગીતોને અમર બનાવી દીધા છે. તેના અપ્રિતમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા ઋણી રહેશે. દુઃખના સમયે મારી સંવેદના સાથે જ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks