શું ખજુરભાઇ રાજકારણમાં ઝંપલાવશે ? ગુજરાતના CM બનવા પર કહી દીધી એવી વાત કે- જુઓ વીડિયો

લોકો માટે મસીહા બની ચૂકેલા અને ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમણે પોતાના કરિયરની શરૂઆત ભલે કોમેડી વીડિયોથી કરી હોય પણ આજે તેઓ સાચા સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાતની અંદર તેમણે અનેક લોકસેવાના કાર્યો કર્યા છે અને અનેક લોકોને ઘર બનાવી આપ્યા છે.

નીતિન જાની ગમે ત્યાં જાય તેમના સેવાકીય કાર્યોની ઝલક જોવા મળતી હોય છે. અવાર નવાર તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો નીતિનજાનીનો સામે આવ્યો છે, જે સામના ડિજિટલ સુરત દ્વારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે નીતિન જાનીને પૂછવામાં આવ્યુ કે જો ખજૂરભાઇ મુખ્યમંત્રી બન્યા તો એક પણ વ્યક્તિ ઘરવિહોણો નહીં રહે, શું કહેશો.

ત્યારે ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની કહે છે- પહેલી વાત તો એ છે કે આ દરજ્જો તો બહુ મોટી વાત કહેવાય. ગુજરાતની અંદર આપણે બધા જાણીએ છીએ કાસ્ટિઝમ પર વધારે વસ્તુ હોય છે. હું બ્રાહ્મણ કોમ્યુનિટીથી આવું છુ, બહુ નાનો માણસ છું. ક્યારેય રાજકારણનો મેં વિચાર નથી કર્યો. હું પોતે એવું માનુ છુ કે બ્રાહ્મણનો વર્ગ ગુજરાતમાં બહુ નાનો છે અને વોટિંગ કાસ્ટ પર ચાલતા હોય છે એટલે આવો વિચાર ક્યારેય નથી કર્યો.

અમારો બ્રાહ્મણ સમાજ બહુ નાનો સમાજ છે અને નાની નાની મહેનત કરી આગળ વધે છીએ એટલે ક્યારેય એવો વિચાર નથી કર્યો. રહી વાત મુખ્યમંત્રીની તો મારા કરતા ઘણા બધા એવા સારા લોકો છે જે બહુ સારા કાર્યો કરે છે, પાર્ટીમાં પણ બહુ સારા માણસો છે.

 

View this post on Instagram

 

A post shared by Samna Digital (@samnadigitalsurat)

Shah Jina