ખજુરભાઈએ 5 જિંદગીઓને આપ્યું નવું જીવન, વીડિયો શેર કરીને કહ્યું “જીવન સુધરી ગયું..”, જોઈને તમે પણ કહેશો.. “વાહ ખજુરભાઈ વાહ…”

નીતિન જાની આજે ગુજરાતનું એક ખુબ જ મોટું નામ બની ગયા છે, તેમને છેલ્લા થોડા વર્ષોમાં જ એટલા બધા સેવાકીય કાર્યો કર્યા છે કે લોકો આજે તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે. નીતિન જાનીએ જિગલી અને ખજૂર દ્વારા કોમેડી વીડિયોની શરૂઆત કરી હતી, જેમાં તેમને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા.

ત્યારે ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા બધા ઘર પણ બનાવી લીધા છે. તે પોતાના સેવાકીય કાર્યોની ઝલક સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને આપતા હોય છે. ત્યારે હાલમાં જ તેમને એક ઘર બનાવ્યું તેનો વીડિયો શેર કર્યો છે. આ ઘર બનાવીને તેમને 5 લોકોને એક નવું જીવન આપ્યું છે.

વીડિયોમાં નીતિન જાની કહી રહ્યા છે કે 7 દિવસની મહેનત બાદ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર આવેલા ગામ બાલમબે ત્યાં અમે ઘર બનાવી દીધી છે અને આજે ઘરની પૂજા છે. આ 7 દિવસમાં અમને ઘર બનાવવામાં ઘણી બધી તકલીફ પડી છે. ઠંડી હતી, વરસાદ પડ્યો, પવન ફૂંકાયો, તો પણ મહેનત કરીને આપણે જેમ તેમ કરીને ઘર બનાવ્યું છે.

વીડિયોની અંદર નીતિન જાની બતાવી રહ્યા છે કે તેઓ 7 દિવસ સુધી ટેન્ટમાં રહ્યા હતા, અને અહીંયા તેમને ઘણી બધી તકલીફોનો પણ સામનો કર્યો. પરંતુ આખરે તેમને આ ઘર બનાવી દીધું. જેના બાદ પોતે જે ટેન્ટ પર રહેતા હતા ત્યાંથી ટેન્ટ અને બધો સમાન લઈને તે જ્યાં ઘર બનાવ્યું છે ત્યાં પહોંચે છે.

નીતિન જાનીનું ત્યાં ઢોલ નગરાથી સ્વાગત કરવામાં આવે છે. તેમને હાર પહેરાવવામાં આવે છે અને આરતી પણ ઉતારવામાં આવે છે. જેના બાદ નીતિન જાની નવા ઘરની પટ્ટી કાપે છે અને ગણપતિ મહારાજની જય સાથે ગૃહ પ્રવેશ કરે છે. જેના બાદ ઘરનો બધો સામાન તે ઘરમાં લાવીને ગોઠવે છે. ઘરમાં ગેસ, ટીવી, બેડથી લઈને રસોડાનો પણ સામાન તે સજાવે છે.

આખું ઘર સેટ થઇ ગયા બાદ નીતિન જાની માજી અને તેમની દીકરીઓને ઘરમાં ગૃહ પ્રવેશ કરવા માટે લેવા જાય છે. તે લોકો ઘરેથી થોડે દૂર એક ટેન્ટમાં રહેતા હતા. માજીની એક દીકરી ઉર્મિલા જે માનસિક રીતે અસ્વસ્થ છે તેને પણ ખજુભાઈ ઊંચકીને ઘરમાં ગૃહ પ્રવેશ કરાવે છે. ઘરમાં આવીને તે ઊર્મિલાને નવું ઘર બતાવે છે અને પછી તેના ચેહરા પર સ્માઈલ આવી જાય છે.

ત્યારબાદ ખજુરભાઈ સાથે માજી પણ ઘરની પૂજા કરવા લાગે છે. પૂજા કર્યા બાદ નીતિન ભાઈ માજીને રસોડામાં ગેસ કેવી રીતે ચાલુ કરવો તેના વિશે પણ શીખવે છે. જેના બાદ નીતિન જાની આખા ઘરનો નજારો પણ વીડિયોમાં બતાવે છે. તેમને ઘરમાં સરસ મજાનું રસોડું બનાવ્યું છે, ઘરમાં ભૂરો રંગ કર્યો છે અને સફેદ ટાઇલ્સ પણ લગાવી છે. સાથે જ ઘરની બહાર બ્લોક પણ નાખ્યા છે.

વીડિયોમાં માજી પણ કહેતા જોવા મળે છે કે મારા ઘરમાં ભગવાન આવી ગયા એ જોઈને જ હું તો ખુશ થઇ ગઈ. આ ઘર રેડી થઇ ગયું અને મને બહુ સારું લાગે છે હું ખુબ જ ખુશ છું.” આ ઉપરાંત માજીની એક બીજી દીકરી પણ છે જે બાજુના ગામમાં રહે છે એન તે પણ વિધવા છે, ત્યારે હવે એ દીકરીને પણ ખજુરભાઈએ આ ઘરમાં રહેવા માટે મનાવી લીધી છે.

Niraj Patel