મનોરંજન

KGFના આ સુપરસ્ટાર દીકરીની પીડા ના જોઈ શક્યો, ચોધાર આંસુએ રડી પડ્યો- જાણો વિગત

કન્નડ સિનેમાના રોકિંગ સ્ટાર યશએ પોતાની ફિલ્મ કેજીએફથી બોક્સ ઓફિસ પર ખુબ વાહવાહી મેળવી હતી. આ ફિલ્મથી યશને સારી સફળતા મળી હતી. તેમની એક્ટિંગના લોકોએ વખાણ કર્યા હતા. આ સુપરસ્ટાર પોતાની દીકરીનું દુઃખ ન જોઈ શક્યો અને પોતે પણ રડવા લાગ્યો હતો.

યશ અને રાધિકાએ પોતાની દીકરી આર્યાના હમણાં જ કાન વીંધાવ્યા હતા. કાન વીંધાવતા વખતે આર્યા દુઃખાવાને કારણે રોવા લાગી હતી. તેને જોઈને યશ પણ પોતાને રોકી ન શક્યો અને તે પણ દીકરીને દુઃખને જોઈને રોવા લાગ્યો હતો. આ વાતની જાણ સુપરસ્ટાર યશની પત્ની રાધિકા પંડિતએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી હતી.

હાલમાં જ રાધિકાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે અને તેમની દીકરી આર્યા જોવા મળે છે. આ ફોટો શેર કરતા લખ્યું છે કે, “અમે આર્યાના કાન વીંધાવ્યા. કોઈ પણ માતા-પિતાના જીવનનું આ સૌથી અઘરું કામ છે. તેણીને રોતા જોઈ અમારું દિલ તૂટી ગયું. પહેલીવાર મેં રોકિંગ સ્ટારની આંખમાં આંસુ જોયા. જેને જોઈને મને અનુભવ થયો કે આ બોન્ડ જીવનમાં કેટલો અમુલ્ય છે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પિતા અને દીકરી બંને ઠીક છે.” તેમની આ પોસ્ટ પર તેમના ચાહકોએ ભરપૂર કોમેન્ટ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks