એક સમયે એક પેકેટથી કરી હતી શરૂઆત અને આજે રોજના 200 કિલોગ્રામ મશરૂમ ઉગાડીને લાખો કમાઈ રહી છે માં-દીકરીની જોડી

મશરૂમની ખેતી કરીને માં-દીકરો રોજના કમાઈ રહ્યા છે 40 હજાર રૂપિયા, તમે પણ જાણો કેવી રીતે?

કહેવાય છે ને કે જો મન મક્કમ હોય અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કામ અશક્ય નથી હોતું.  તમે પણ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે કે લોકોએ સારી એવી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હોય અને તેમાં સફળતા પણ મેળવી હોય. આ તે જ લોકો છે જે સફળતા મેળવવાના સપના તો જુએ જ છે અને તેને સાકાર કરી પણ બતાવે છે.વ્યક્તિ જો ઈચ્છે તો અશક્યને પણ શક્ય બનાવી લે છે. આવી જ એક કહાની કેરળના રહેનારા માં-દિકરાની છે જેમણે એવો બિઝનેસ અપનાવ્યો કે આજે તેઓ લાખો રૂપીયામાં કમાણી કરી રહ્યા છે.

મૂળ કેરળના એર્નાકુલમ શહેરના જીતુ થોમસ અને તેની માતા હાલના દિવસોમાં મશરૂમની ખેતી કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ રોજગાર આપી રહ્યા છે. માં-દીકરાએ આ કામ શરૂ કર્યાના ચાર વર્ષ થઇ ચુક્યા છે.આ કામ દ્વારા તેઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. જીતુ બાળપણથી જ નવા નવા પ્રયોગો કરવાના શોખીન હતા. માત્ર 19 વર્ષની ઉંમરે જીતુએ એક પેકેટમાં મશરૂમના બીજ વાવ્યા હતા, અને ધીમે ધીમે તેને આ કામમાં રુચિ થવા લાગી.

એક ઇન્ટરવ્યુમાં જીતુએ જણાવ્યું કે જયારે પણ સમય મળતો તે મશરૂમની ખેતી વિષે અભ્યાસ કર્યા કરતા હતા.ધીમે ધીમે તેને ઉત્સુકતા અને લગાવ વધવા લાગ્યો. આજે જીતુ અને તેની માતા 5000વર્ગ ફૂટના ખેતરમાં સ્પેસ અને લેબ એરિયા સંભાળે છે.સારી ક્વોલિટીના મશરૂમના વાવેતરના લક્ષ્ય સાથે વર્ષ 2012માં લીનાજ મશૂરમની શરૂઆત કરી. લીનાજ ફાર્મમાં આજે રોજના 200 કિલોગ્રામ જેટલા મશરૂમ ઉગાડવામાં આવે છે. આ ફાર્મના મશરૂમ એર્નાકુલમના 100થી પણ વધારે સ્ટોર્સમાં પહોંચાડવામાં આવે છે અને દરેક મહિને 2 ટન જેટલા સારી ક્વોલિટીના મશરૂમના બીજનું વાવેતર કરવામાં આવે છે.

જીતુએ જણાવ્યું કે મશરૂમ ઉગાડવા માટે કંટ્રોલ્ડ વાતાવરણની આવશ્કયતા રહે છે, તામમાન 30 ડિગ્રીથી ઓછું ન હોવું જોઈએ. યોગ્ય કુલિંગ સિસ્ટમ લગાવવી ખુબ જરૂરી છે.જીતુએ ગોડાઉન એવી રીતે ડિઝાઇન કર્યા છે કે જ્યા 20,000 બેડ્સ સહેલાઈથી લગાવી શકાય. લીનાજ ફાર્મમાં 11 મહિલાઓ કામ કરે છે. મશરૂમને 200 ગ્રામના પેકેટમાં પેક કરવામાં આવે છે અને રિટેલ સ્ટોર્સ, વેજીટેબલ સ્ટોર્સમાં સપ્લાઈ કરવામાં આવે છે.

મીડિયા ચેનલના આધારે તેઓ આજે 5,000 વર્ગફૂટમાં મશરૂમની ખેતી કરી રહ્યા છે. દરેક રોજના 80 થી 100 કીલોગ્રામ એટલે કે 1 કવીન્ટલ મશરૂમનું ઉત્પાદન કરે છે. જેનાથી રોજના 25 થી 40 હજાર રૂપિયાની કમાણી થઇ રહી છે.જીતુએ જણાવ્યું કે મશરૂમની ખેતી જેટલી સહેલી છે તેટલી જ મુશ્કિલ પણ છે. જીતુએ જણાવ્યું કે તાપમાનમાં જો 1 ડિગ્રીનું પણ અંતર આવી જાય તો પાકમાં કીડાઓ થઇ શકે છે અને પૂરો પાક બરબાદ થઇ શકે છે માટે ખુબ સાવધાની રાખવી પડે છે.

Krishna Patel