કેદારનાથ ધામમાં ન પહેરવાનું પહેરીને અંદર ફરી રહી હતી યુવતી, તીર્થ પુરોહિતોએ સંભળાવી ખરી ખોટી, વાયરલ થયો વીડિયો

આપણા દેશની અંદર અસંખ્ય ધાર્મિક સ્થાનો છે અને આ ધાર્મિક સ્થાનોમાં મર્યાદા જળવાવવી એ આપણી હિન્દૂ તરીકેની ફરજ હોય છે. છતાં પણ ઘણી જગ્યાએ આ મર્યાદા જળવાતી જોવા નથી.મળતી. ઘણા દેવ સ્થાનોમાં ઘણા લોકો વેસ્ટર્ન કપડાંની અંદર ફોટોશૂટ કરાવતા હોય છે અને વીડિયો પણ બનાવતા હોય છે જેના કારણે આવા લોકો વિવાદમાં પણ આવી જતા હોય છે.

હાલ આવો જ એક મામલો આસ્થાના પાવન ધામ એવા કેદારનાથથી સામે આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક છોકરા છોકરીઓ સાથે ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન એક યુવતીને વેસ્ટર્ન ડ્રેસ પહેરેલો જોઈને તીર્થ પુરોહિત ભડકી ઉઠ્યા હતા.

તેમને યુવતી અને તેના મિત્રોને ખુબ જ ખરી ખોટી સંભળાવી. જોકે બાદમાં યાત્રિઓએ પુરોહિત પાસે માફી પણ માંગી. તો તીર્થ પુરોહિત દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવામાં આવ્યો છે, જેના બાદ લોકો યુવતી અને તેના મિત્રોની આલોચના પણ કરી રહ્યા છે.

આ ઘટના ગત મંગળવારના રોજની છે. એક યુવતી પોતાના મિત્રો સાથે કેદારનાથ ધામ પહોંચી હતી. અહીંયા પહોંચ્યા બાદ યુવતીએ પોતાનું જેકેટ કાઢી નાખ્યું હતું. મંદિરની સામે જ યુવતીના મિત્રો તેની તસવીરો પણ લેવા લાગ્યા. આ જોઈને તીર્થ પુરોહિતને ગુસ્સો આવી ગયો. તેમને નજીક જઈને યુવતી અને તેના મિત્રો ઉપર પોતાનો ગુસ્સો કાઢ્યો.

આ દરમિયાન પુરોહિતે ફેસબુક લાઈવ પેજથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું, પુરોહિતે કહ્યું કે ધાર્મિક સ્થળોને કેટલાક લોકોએ હરવા ફરવાનો અડ્ડો બનાવી દીધો છે. અહીંયા આવીને અર્ધનગ અવસ્થામાં તસવીરો લેવામાં આવી રહી છે. આ ધામ્રિક સંસ્કૃતિનું ઘોર અપમાન છે. ધર્મસ્થળોને બરબાદ કરવામાં આવી રહ્યું છે.

તે આગળ કહી રહ્યા છે કે ધામમાં ખુબ જ ઠંડી પડી રહી છે અને કેટલાક લોકો અહીંયા આવી અને અર્ધનગ અવસ્થામાં તસવીરો લઈને ધાર્મિક સ્થળોને બદનામ કરવામાં લાગ્યા છે. તેના બાદ યાત્રીઓએ ત્યાં હાજર તીર્થ પુરોહિતની માફી માંગી. તો આ વીડિયો વાયરલ થયા બાદ કેદારનાથ ધામ પહોંચેલા યાત્રીઓની પણ લોકો આલોચના કરી રહ્યા છે.

Niraj Patel