કરોડપતિ બનતા જ નરક થઇ ગયુ હતુ જીવન, એવું ગંદુ કામ કર્યું પત્ની છોડીને ચાલી ગઈ અને પછી જે થયું
પોપ્યુલર ગેમ રિયાલિટી શો “કૌન બનેગા કરોડપતિ”ના 13માં સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર ટેલિકાસ્ટ થઇ રહ્યો છે. આ શોમાં બધા જ કંટેસ્ટેંટ કરોડપતિ બનવાની ઉમ્મીદ લઇને અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસે છે. છેલ્લા 12 સિઝનમાં કેટલાક કંટેસ્ટેંટનું સપનું પૂરુ થયુ છે. પરંતુ શોના 5માં સિઝનમાં બિહારના સુશીલ કુમારે 5 કરોડ રૂપિયા જીતી બધાને હેરાન કરી દીધા હતા.
જો કે, આટલા પૈસા જીતવા છત્તાં પણ તેમના જીવનમાં કોઇ સુધારો ન થયો. પરંતુ તેમના જીવનનો ખરાબ સમય શો જીત્યા બાદ શરૂ થયો હતો. આ વિશે પોતે સુશીલ કુમારે પહેલી વાર ખુલીને વાત કરી છે. KBC 5ના વિજેતા રહેલા સુશીલ કુમારની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં તેમણે તેમના સંઘર્ષની કહાની જણાવી છે. તેમણે લાંબી પોસ્ટ લખી જણાવ્યુ કે સેલિબ્રિટી બન્યા બાદ તેમના જીવનના સૌથી ખરાબ સમયની શરૂઆત થઇ હતી.
સુશીલ કુમાર પહેલા એવા કંટેસ્ટેંટ હતા જેમણે 2011માં આટલી રકમ જીતી હતી. બિહારમાં એક મિડલ ક્લાસ પરિવારથી આવનાર સુશીલ 5 કરોડ જીતતા જ લોકલ સેેલિબ્રિટી બની ગયા હતા. તેમને તેમનુ સપનુ સાકાર થતુ જોવા મળી રહ્યુ હતુ. જો કે, આવું ન થયુ. સુશીલ રૂપિયાને સારી રીતે ઇન્વેસ્ટ ન કરી શક્યા અને જલ્દી જ દેવાદાર થઇ ગયા. તેમણે જણાવ્યુ કે, KBC જીત્યા બાદ મારા જીવનમાં ખરાબ સમય શરૂ થયો હતો.
2015-16 મારા જીવનનો સૌથી પડકાર ભરેલ સમય હતો, કંઇ સમજ આવી રહ્યુ ન હતુ કે શુ કરુ. લોકલ સેલિબ્રિટી હોવાને કારણે મહિનામાં 10-15 દિવસ બિહારમાં કયાંકને કયાંક કોઇ કાર્યક્રમમાં જવાનું થતુ હતુ. આ માટે અભ્યાસ દૂર થતો ગયો. સુશીલ કુમારે જણાવ્યુ કે, તે દરમિયાન મીડિયાને લઇને તે વધારે સીરિયસ રહેતો હતો અને જે મીડિયા પૂછતી હતી તે હું જણાવી દેતો હતો. મને તે સમયે મીડિયા સાથે વાત કરવાની રીત ખબર ન હતી. હું તેમને જણાવી દેતો હતો કે હું કયો બિઝનેસ કરી રહ્યુ છેે કારણ કે તેમને લાગે કે હું બેકાર નથી. તેનુ પરિણામ એ આવતુ કે બિઝનેસ કેટલાક દિવસ બાદ ડૂબી જતો હતો.
સુશીલ ચેરિટીમાં સક્રિય રૂપથી સામેલ થઇ ગયો પરંતુ બાદમાં તેને અહેસાસ થયો કે આ બધુ તો દેખાડો છે. તેનાથી તેમની પત્ની સાથે સંબંધોમાં ખટાસ આવી ગઇ. તેઓ લખે છે કે, KBC બાદ હું દાનવીર બની ગયો હતો. મહિનામાં લગભગ 50 હજાર રૂપિયાથી વધારે તો આવા જ કામોમાં જતા રહેતા હતા. આ કારણે ઘણાએ મને દગો આપ્યો, જેની ખબર મને દાન કર્યા બાદ થઇ. પત્ની ઘણીવાર કહેતી કે મને સાચા અને ખોટા લોકો વચ્ચે કોઇ અંતરની સમજ નથી અને મને ભવિષ્ટની કોઇ ચિંતા નથી. અમે ઘણીવાર આ પર ઝઘડતા હતા.
સુશીલે આગળ જણાવ્યુ કે, મારો સ્વભાવ બિઝનેસ કરવાનો હતો હું કેટલાક છોકરાઓના સંપર્કમાં આવ્યો, કેટલાક થિયેટર આર્ટિસ્ટ સાથે માારો પરિચય થયો. જો કે, જયારે આ સ્ટૂડેંટ્સ અને આર્ટિસ્ટ કોઇ વિશે વાત કરતા તો મને ડર લાાગતો હતો અને મને અહેસાસ થતો કે મને એ વિષય વિશે જાણકારી નથી. પછી ધીરે ધીરે મને દારૂ અને સિગરેટ પીવાની લત લાગી ગઇ. જયારે પણ હું દિલ્લીમાં એક સપ્તાહ માટે રોકાતો, હું અલગ અલગ ગ્રુપ સાથખે દારૂ પીતો અને સ્મોક કરતો હતો, મને તેમની વાતો એટ્રેક્ટ કરતી હતી. બાદમાં મીડિયા સામે ખુલાસો કર્યો કે તે દેવાદાર થઇ ગયો છે. જે બાદ લોકોએ મને ઇવેન્ટમાં બોલાવવાનું બંધ કરી દીધુ.
તેમણે જણાવ્યુ કે, હું દેવાદાર કેવી રીતે થઇ ગયો ? તમને કહાની થઓડી ફિલ્મી લાગશે. જયારે એક દિવસ હું ચાલી રહ્યો હતો ત્યારે એક અંગ્રેજી અખબારના પત્રકારે મને ફોન કર્યો. જયારે બધુ ઠીક ચાલી રહ્યુ હતુ, અચાનક મને કંઇક એવું પૂછ્યુ કે મને ગુસ્સો આવ્યો અને ત્યારે મેં અચાનક તેમને જણાવ્યુ કે મારી પાસે પૈસા ખત્મ થઇ ગયા છે અને મારી પાસે બે ગાય છે ને દૂધ વેચીને પૈસા કમાવી કામ ચલાવી રહ્યો છુ. તે બાદ આ ન્યુુઝની જે અસર થઇ તેનાથી તો બધા વાકેફ હશો જ. તે ખબરે અસર દેખાડી. મને લોકએ કાર્યક્રમમાં બોલાવવાનું બંધ કરી દીધુ અને ત્યારે મને સમય મળ્યો કે હવે મારે શુ કરવુ.
તેણે આગળ જણાવ્યુ કે, આ વચ્ચે એક દિવસ પત્ની સાથે ખૂબ ઝઘડો થયો અને તે પિયર ચાલી ગઇ. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ. ત્યારે મને અહેસાસ થયો કે જો સંબંધ બચાવવો છે તો મને બહાર જવુ પડશે અને ફિલ્મ નિર્દેશક બનવાનું સપનુ લઇ ચૂપચાપ નવા પરિચય સાથે મુંબઇ આવી ગયો. એક પરિચિત પ્રોડ્યુસર મિત્ર સાથે વાત કરી જયારે મેં મારી વાત કહી તો તેમણે ફિલ્મ સંબંધી કેટલીક ટેક્નિકલ વાતો પૂછી, જેને હું જણાવી ન શક્યો. એક મોટા પ્રોડ્કશન હાઉસમાં આવીને કામ કરવા લાગ્યો. ત્યાં કહાની, સ્ક્રીન પ્લે, કોપી, પ્રોપ કોસ્ટયૂમ અને બીજુ ઘણુ જોવા અને સમજવાનો મોકો મળ્યો.
ત્યાર બાાદ મારુ મન ત્યાંથી બેચેન થવા લાગ્યુ, ત્યાં બસ ત્રણ જગ્યા આંગણુ, કિચન અને બેડરૂમમાં વધારે શૂટ થતુ હતુ. હું તો મુંબઇ ફિલ્મ નિર્દેશક બનવાનું સપનુ લઇને આવ્યો હતો અને એક દિવસ તે પણ છોડી એક ગીતકાર મિત્ર સાથે તેના રૂમમાં રહેવા લાગ્યો. દિવસભર એકલા રહેવાને કારણે મને ભણવાની અંદર નિષ્પક્ષતાથી ઝાંખવાનો મોકો મળ્યો. મને અહેસાસ થયો કે અસલ ખુશી પોતાના મનનું કરવામાં છે. હું મુંબઇથી ઘરે ગયો અને ટીચર બનવાની તૈયારી કરી, પાસ પણ થઇ ગયો સાથે જ હવે પર્યાવરણ સંબંધિત ઘણા કામ કરુ છુ. હવે જીવનમાં હંમેશા એક નવો ઉત્સાહ મહેસૂસ થાય છે.