KBCની હોટસીટ ઉપર પહોંચેલી આ ગુજરાતી મહિલા ના આપી શકી રામાયણના સવાલનો જવાબ, તો પણ જીતી ગઈ આટલા લાખ રૂપિયા, જુઓ

ટીવી પર પ્રસારિત થતા શો કૌન બનેગા કરોડપતિએ ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે. તેના એપિસોડમાં આવતા અમુક મૂંઝવતા પ્રશ્નોથી આપણે પણ માથું ખંજવાળતા રહી જઈએ છીએ. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ક્વિઝ રિયાલિટી શોની 14મી સિઝનમાં અત્યાર સુધી દેશના વિવિધ ભાગોમાંથી ઘણા સ્પર્ધકોએ ઈનામની રકમ માટે વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા છે.

શોનો લેટેસ્ટ એપિસોડ પણ અલગ નહોતો ! ગુજરાતના લુણાવાડાના 47 વર્ષીય ગૃહિણી રિચા પુવાર તાજેતરમાં બિગ બી સાથે હોટ સીટ પર જોવા મળ્યા હતા. તેમને શાનદાર રમત રમી અને 6.4 લાખ રૂપિયા જીત્યા, પરંતુ આગળના પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. જેના માટે તેમને 12.5 લાખ રૂપિયા મળી શકતા હતા. આ પ્રશ્ન રામાયણ સાથે સંબંધિત હતો.

યશસ્વી સક્સેના, જે વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે, તે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો જવાબ આપીને હોટ સીટ પર પ્રથમ આવી. યશસ્વીએ 80 હજાર રૂપિયાનો ખોટો જવાબ આપ્યો. જેના કારણે તે માત્ર 10 હજાર રૂપિયા લઈને પાછી ગઈ હતી. યશસ્વીની જગ્યાએ રિચા પવાર આવી. શોની શરૂઆતથી જ, રિચાએ કેબીસીમાં અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપ્યા. આ સાથે ઘણી લાઈફલાઈનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પછી બિગ બીએ તેમને રામાયણ સાથે સંબંધિત 12 લાખ 50 હજારનો પ્રશ્ન પૂછ્યો, પરંતુ લાઈફલાઈન ન હોવાના કારણે તેમણે રિસ્ક ન લીધું અને શો છોડવાનું યોગ્ય માન્યું. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને રિચાને 12 લાખ 50 હજારનો સવાલ પૂછ્યો કે “આમાંથી કયું નામ વાલ્મીકિ રામાયણના એપિસોડનું નથી? A- સુંદરકાંડ B- વનવાસ કાંડ C- યુદ્ધકાંડ અને D- કિષ્કિંધા કાંડ.

આ પ્રશ્નનો સાચો જવાબ હતો વનવાસ કાંડ. પરંતુ લાઈફ લાઈન ના હોવાના કારણે અને સાચો જવાબ ના આવડતો હોવાના કારણે રિચાએ જોખમ ના લીધું અને ગેમ ક્વિટ કરી. જોકે, રિચા પવારે શોમાંથી 6 લાખ 40 હજાર જીત્યા હતા. અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 14 પ્રસારિત થવાની સાથે સાથે સતત લાઇમલાઇટમાં રહ્યો છે. શોના દરેક એપિસોડ સાથે ચાહકોની ઉત્તેજના સતત વધી રહી છે.

Niraj Patel