ખબર

KBCના સેટ ઉપર આ સ્પર્ધકને પતિની બુરાઈ કરવી પડી ગઈ ભારે… ગુસ્સે ભરાયેલા પતિએ કર્યું એવું કે જાણીને હેરાન રહી જશો

ટીવી ઉપર પ્રસારિત થતો શો “કૌન બનેગા કરોડપતિ” દર્શકોનો મન ગમતો શો છે, આ શોની અંદર આવી અને ઘણા લોકો કરોડપતિ બનવાના સપનાઓને પુરા પણ કરતા હોય છે, તો આ શોની અંદર આવનારા પ્રતિસ્પર્ધીઓની કહાનીઓ પણ ઘણીવાર દિલને સ્પર્શી જતી હોય છે. ઘણી એવી મહિલાઓ પણ આવે છે જેને ઘણી તકલીફો ભોગવી હોય છે અને પોતાનું દુઃખ તે શોમાં આવીને વ્યક્ત પણ કરતી હોય છે.

ત્યારે હાલમાં જ એક આવી ઘટના ચર્ચામાં આવી છે., જયારે એક મહિલા પ્રતિસ્પર્ધીએ હોટ સીટ ઉપર પહોંચી અને આ દરમિયાન તેના પતિની ખુબ જ બુરાઈ કરી. આ શો પૂર્ણ થયા બાદ મહિલાના પતિએ તેની પત્ની અને ચેનલ ઉપર એક્શન લીધી અને કેસ પણ દાખલ કરી દીધો છે. જે ઘટના ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે.

ગત મહિને કૌન બનેગા કરોડપતિ 13ના એક એપિસોડની અંદર શ્રદ્ધા ખેર નામની એક પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન સાથે વાતચિત દરમિયાન પોતાના અંગત જીવનના સંઘર્ષ વિશેની ઘણી બધી વાતો તેને જણાવી હતી. શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તેના પતિએ તેની મુશ્કેલીઓમાં ક્યારેય તેનો સાથ નથી આપ્યો. ત્યારે હવે ગુસ્સે ભરાયેલા પતિએ નેશનલ ટીવી ઉપર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.

શ્રદ્ધાના પતિ વિનય ખેર દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ કેસની જાણકારી આપતા પોસ્ટ શેર કરી છે,વિનયે ટ્વીટર ઉપર નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું છે કે, “મારી પત્ની કેબીસી હોટસીટ ઉપર બેઠી હતી અને તેને અંડર ટ્રાયલ કેસમાં મારુ અપમાન કર્યું છે. જેના કારણે લીગલ નોટિસ મોકલી છે.


આ ઉપરાંત વિનયે તેની પત્ની ઉપર કાયદાને તેના હાથમાં લેવાનો પણ આરોપ મુક્યો છે. એટલું જ નહીં તેમની પત્નીએ નેશનલ ટીવી ઉપર તેમના ઉપર જે આરોપ લગાવ્યો છે, તેના જવાબ તેમને સોશિયલ મીડિયા ઉપર પણ આપ્યા છે. વિનયનું કહેવું છે કે ચેનલ વાળા કેવી રીતે એક અંડર ટ્રાયલ કેસમાં એક તરફી પક્ષ બતાવી રહ્યા હોય છે. તમને જણાવી દઈએ કે શ્રધ્ધા ખેર આ શોમાંથી ફક્ત 10 હજાર રૂપિયા જીતી હતી.