KBCમાં આ ક્ષત્રિયાણીએ વગાડ્યો ડંકો, લાઈફ લાઈન હોવા છતાં પણ 50 લાખના સવાલને કર્યો ક્વિટ, જીત્યા આટલા લાખ રૂપિયા

ટેલિવિઝન ઉપર ચાલી રહેલી “કોન બનેગા કરોડપતિ” સીઝન 13માં દર્શકોમાં આકર્ષણ જન્માવી રહી છે. ભારતના વિભિન્ન ખૂણાઓમાંથી પ્રતિસ્પર્ધીઓ પોતાના જ્ઞાનના સહારે ગેમમાં પહોંચે છે અને સવાલોના જવાબ આપી મોટી રકમ પણ જીતતા હોય છે, ઘણા પ્રતિસ્પર્ધીઓ એવા પણ હોય છે જેમના જીવન વિશે જાણીને આંખોમાં પાણી પણ આવી જતું હોય છે. ઘણા લોકોનું સપનું કેબીસીમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસવાનું છે.

ત્યારે કેબીસી 13ના 11 નવેમ્બરના એપિસોડમાં ગુજરાતની એક મહિલા અમિતાભ બચ્ચન સામે હોટ સીટ ઉપર બેઠેલી જોવા મળી. આ મહિલા ભુજના રહેવાસી જયશ્રીબા ગોહિલ હતા. 35 વર્ષીય જયશ્રીબા ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સબ-રજિસ્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.

જયશ્રીબાના પરિવારમાં દીકરો અને પતિ છે. જયશ્રીબાએ કોઈપણ લાઈફ લાઈનની મદદ લીધા વિના જ ગેમનો બીજો પડાવ પાર કરી લીધો. આ જોઈને અમિતાભ પણ હેરાન રહી ગયા હતા. બિગ બીએ જયશ્રીબાને તેમના ગમતા અભિનેતા વિશે પૂછ્યું ત્યારે તેમને પોતાના ગમતા અભિનેતામાં અમિતાભ અને સલમાન ખાનનું નામ લીધું હતું.

જયશ્રીબા હસી મઝાક સાથે રમતા રમતા 14માં સવાલ સુધી પહોંચી ગયા. 50 લાખ રૂપિયાના આ સવાલ સુધી પહોંચવા ઉપર તેમની પાસે ફક્ત એક જ લાઈફલાઈન બચી હતી. જયશ્રીબા આ સવાલનો જવાબ આપીને 15માં સવાલ સુધી પહોંચી જવાના હતા, જે 1 કરોડ રૂપિયાનો હતો. પરંતુ 14માં સવાલ ઉપર જ તેમને જે નિર્ણય કર્યો કે તે જોઈને અમિતાભ પણ હેરાન રહી ગયા.

જયશ્રીબા પાસે 50-50 લાઈફ લાઈન બચી હતી. તે ઇચ્છતા તો તેનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શકતા હતા. કારણ કે તેમને સાચો જવાબ ખબર નહોતી. જેના કારણે તેમને ગેમ ક્વિટ કરવાનો નિર્ણય કરી લીધો. જયશ્રીબાએ 50 લાખ રૂપિયાનો સવાલ ક્વિટ કરતા તેમની લાઈફ લાઈન પણ એમ જ રહી ગઈ.

જયશ્રીબા જે સવાલનો જવાબ આપી શક્યા નહોતા તે સવાલ હતો કે “ભારતના સૌથી પતંગિયાનું નામ શું છે ?” જેના ઓપશન હતા.. A) દક્ષિણી બર્ડવિંગ B) ગોલ્ડન બર્ડવિંગ C) કોમન વિંડમિલ D) ગ્રેટ વિંડમિલ. આ સવાલનો સાચો જવાબ હતો B) ગોલ્ડન બર્ડવિંગ. પરંતુ જયશ્રીબાને સાચો જવાબ ખબર ના હોવાના કારણે તે આ ગેમમાંથી 25 લાખ રૂપિયા જીતી શક્યા.

Niraj Patel