વહુ હોય તો આવી… સાસરે પહોંચતા જ સંસ્કારી વહુની જેમ કેટરીનાએ સંભાળી જવાબદારી, પહેલી રસોઇ પર બનાવી સ્વીટ ડિશ
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન આ વર્ષના સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંના એક હતા. કેટરીનાએ આ મહિને અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા છે. આ કપલના લગ્ન એકદમ સિક્રેટ હતા. લગ્ન બાદ કપલનો પરિવાર મુંબઈ પરત ફર્યો હતો, તો કપલ હનીમૂન પર ગયા હતા. હવે આ કપલ મુંબઈ પરત આવી ગયા છે અને હનીમૂન પરથી પાછા ફરતાની સાથે જ કેટરીનાએ એક સંસ્કારી વહુની જેમ ઘરની તમામ જવાબદારી ઉપાડી લીધી છે. સાસરે પહોંચેલી અભિનેત્રીએ લગ્ન બાદ તમામ વિધિઓ કરી હતી. એક ધાર્મિક વિધિના ભાગ રૂપે, કેટરિનાએ તેના સાસરિયાના ઘરે તેની પહેલી રસોઇ પણ બનાવી હતી.
કેટરીનાએ સાસરિયાઓ માટે પોતાના હાથથી હલવો બનાવ્યો હતો, જેની તસવીર તેણે ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. તસવીરમાં કેટરિના હાથમાં હલવાનો બાઉલ પકડેલી જોવા મળી રહી છે. તેણે હલવા પર ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે. આ સાથે તેણે લખ્યું- મેં બનાવ્યું છે. વિક્કીના ઘરમાં આ વિધિને ‘ચોકા ચારધના’ કહેવામાં આવે છે.
કેતમને જણાવી દઈએ કે વિક્કી અને કેટરીનાએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી કેટરીના-વિકી તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ તસવીરોને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
અભિનેત્રીએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં જ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ મુંબઈની JW મેરિયટ હોટેલમાં ભવ્ય રિસેપ્શન આપવાના છે. શાહી લગ્ન બાદ વિક્કી કેટરીના શાહી રિસેપ્શનની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ 20 ડિસેમ્બરે ભવ્ય રિસેપ્શન આપી રહ્યા છે. રિસેપ્શન પાર્ટીમાં તમામ A-લિસ્ટર્સ સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
કેટરિના-વિક્કી હાલમાં જ હનીમૂન મનાવીને મુંબઇ પરત ફર્યા છે. બંને હવે લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વર્ક કમિટમેન્ટ અને વેડિંગ રિસેપ્શન પાર્ટી માટે હનીમૂનથી વહેલા પરત ફર્યા છે. હવે બંનેએ તેમના લગ્નના રિસેપ્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.