આ શરત પર કર્યા હતા કેટરીના કૈફે વિક્કી કૌશલ સાથે લગ્ન, વેડિંગના આટલા દિવસ બાદ રાઝ પરથી ઉઠ્યો પડદો

ઉરીનો વિક્કી એવું તો શું બોલ્યો કે કેટરીના ફટ ફટ લગ્ન કરવા રાજીની રેડ થઇ ગઈ- હવે ખુલ્યું અંદરનું રાઝ – જાણો

વિક્કી કૌશલ અને કેટરીના કૈફે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઇ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં ગ્રેડ વેડિંગ કર્યા હતા. લગ્ન બાદ કપલે તેમના વેડિંગ સેરેમનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને જે હજી સુધી વાયરલ થઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટરીનાને લગ્ન માટે મનાવી વિક્કી માટે સહેજ પણ સરળ ન હતી. કેટરીનાએ લગ્ન કર્યા પહેલા વિક્કી કૌશલ સામે એક ખાસ શરત રાખી હતી જેને જાણી તમે પણ હેરાન રહી જશો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર કેટરીનાના કૈફના એક ક્લોઝ ફ્રેંડે લગ્નના આટલા દિવસ બાદ એ રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે કે કેેટ એક શરત પર લગ્ન માટે તૈયાર થઇ હતી. હાલમાં જ કેટની મિત્રએ બંનેની રિલેશનશિપ, રોમાન્સ અને લગ્નને લઇને ઘણી વાતો કરી હતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફના એક નજીકના સહયોગીએ જણાવ્યું કે કેટ માટે લગ્ન કરવા એટલા સરળ નહોતા. તે તેના અગાઉના બ્રેકઅપથી ખૂબ જ ડરી ગઈ હતી. તે વિક્કીને પસંદ કરતી હતી પણ તે વિચારવા માટે વધુ સમય માંગતી હતી. તેણે કહ્યું કે વિક્કી કૌશલે કેટ સાથેના સંબંધોના બે મહિના પછી જ નિર્ણય લીધો હતો કે કેટરીના એ જ છે જેની સાથે તે આખી જીંદગી વિતાવવા માંગે છે. પરંતુ કેટરિનાને આ અંગે ખાતરી નહોતી. જો કે, વિક્કીએ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને અંતે કેટરીના તેની સાથે લગ્ન કરવા સંમત થઇ હતી.

વિક્કીએ કેટરીનાને મનાવવા હાર ન માની અને જ્યાં સુધી તે રાજી ન થઇ ત્યાં સુધી તે કેટરિનાને સમજાવવાનો પ્રયાસ કરતો રહ્યો. આખરે કેટરીના લગ્ન માટે રાજી થઈ ગઈ પરંતુ તેણે વિક્કી સામે એક શરત મૂકી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરીનાએ વિક્કીને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરશે જો તે વચન આપે કે વિક્કી તેને જે પ્રેમ અને સન્માન આપે છે, તેટલો જ પ્રેમ અને આદર તે તેની માતા અને ભાઈ-બહેનોને આપશે.

વિક્કીએ આ વાત સ્વીકારી લીધી અને પછી કેટરીના પણ વિક્કી સાથે લગ્ન માટે તૈયાર થઇ ગઇ. કેટરીનાના પરિવારના કોઈ પણ સભ્ય લગ્ન પહેલા વિક્કી કૌશલને મળ્યા ન હતા, પરંતુ લગ્નમાં આખો પરિવાર વિક્કી સાથે એવી રીતે બંધાઈ ગયો કે આ લોકો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. વિક્કી સાથે કેટરીનાની બહેનોની બોન્ડિંગ પણ ખૂબ જ સરસ છે.

Shah Jina