મસાજ કર્યા બાદ કાશ્મીરા શાહની કામવાળીએ કરી નાખી આવી હાલત, પગ પકડીને ખેંચી નીચે અને બૂમો પાડતી રહી અભિનેત્રી

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને બોડી ટ્રાન્સફોર્મેશન માટે ફેમસ છે. એમાંની જ એક અભિનેત્રી છે કશ્મીરા શાહ. કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરાએ 50ની ઉંમરમાં પણ પોતાના શરીર અને ફિગરને જે રીતે મેન્ટેન રાખ્યું છે તેને જોઈને લોકો પણ હેરાન છે. કાશ્મીરા રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખુબ જ બોલ્ડ અને આકર્ષક છે.કાશ્મીરા અવાર નવાર પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, ચાહકો પણ તેની તસવીરો ખુબ પસંદ કરે છે.

એવામાં ગત દિવસોમાં કાશ્મીરાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જોર-જોરથી બૂમો પાડતી દેખાઈ રહી છે.વીડિયોમાં કશ્મીરા ખુરશી પર બેઠેલી છે અને તેની કામવાળી તેનુ મસાજ કરી રહી છે. જેમ-જેમ કામવાળી તેના શોલ્ડર અને હાથ પર મસાજ કરે છે તેમ-તેમ કાશ્મીરાના ચહેરા પરના હાવભાવ બદલવા લાગે છે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યો છે.

વીડિયોના એક ભાગમાં કામવાળી કાશ્મીરાના પગ પકડીને તેને ખેંચી રહી છે અને કાશ્મીરા જોર જોરથી બૂમો પાડી રહી છે. કાશ્મીરા મસાજથી બચવા માટે ચુપકેથી રૂમની બહાર ભાગવાની કોશિશ કરી રહી હોય છે ત્યારે જ તેની કામવાળી તેના પગ પકડીને તેને ખેંચી લે છે. વીડિયોમાં કાશ્મીરા એવું પણ કહી રહી છે કે મેં તારું શું બગાડ્યું છે? કાશ્મીરાનો આ ફની વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

વીડિયો શેર કરીને કાશ્મીરાએ કેપ્શનમા લખ્યું કે,”આઈ હેટ મસાજ’. વીડિયો પર પતિ કૃષ્ણાએ કમેન્ટ કરતા લખ્યું કે,”મેં જ તેને પૈસા આપ્યા હતા, તને હેરાન-પરેશાન કરવા માટે. જ્યારે અન્ય એકે કમેન્ટમાં લખ્યું કે,”તું એકલી એવી સ્ટાર હોઈશ જેને મસાજ બિલકુલ પણ પસંદ નથી”, જ્યારે રાખી સાવંતે વીડિયો પર ફની ઈમોજી પોસ્ટ કરી છે. વિડીયો પર આરતી સિંહે કમેન્ટ કરતા લખ્યું કે,”આ જોઈને ખબર પડી ગઈ કે તેન મસાજ બિલકુલ પણ પસંદ નથી, તેને મારી પાસે મોકલી દે”.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કાશ્મીરા શાહ છેલ્લી વાર બિગ બોસ-14માં જોવા મળી હતી. જો કે ગત વર્ષે કાશ્મીરા અને કૃષ્ણાનું નામ તેઓના કામને બદલે મામા ગોવિંદા સાથેની લડાઈને લીધે વધુ ચર્ચામાં બન્યું હતું. ગોવિંદાએ કહ્યું હતું કે કૃષ્ણા મીડિયા સામે તો માફી માંગે છે પણ એકલામાં તે કઈ નથી કહેતો. જો કે તેણે એવું પણ કહ્યું હતું કે તેને કૃષ્ણા માટે કોઈ જ નારાજગી નથી અને તે કૃષ્ણાને માફ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

50 વર્ષની કાશ્મીરા આ ઉંમરે પણ આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. કાશ્મીરા પોતાની ફિટનેસની બાબતમાં દુનિયાભરના લોકોને પ્રેરિત કરે છે અને તેને ઘણીવાર મલાઈકા અરોરા સાથે પણ સરખાવવામાં આવે છે.

Krishna Patel