ધુળેટીના રંગોમાં રંગાઈને કપલ બાથરૂમમાં નાહવા માટે ગયું, પરંતુ આ દરમિયાન જ થયું એવું કે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

લગ્નના ચાર મહિના બાદ પહેલી ધુળેટી મનાવીને સ્વીટ શોપના માલિકનો પુત્ર અને વહુ બાથરૂમમાં નહાવા ગયા , પણ ત્યાં થયું એવું કે જોઈને પરિવારની પણ ચીસ નીકળી ગઈ

દેશભરમાં હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હોળી બાદ આવતા ધુળેટીના તહેવારમાં પણ લોકો રંગે રંગાયા, અને આ તહેવારનો પણ ભરપૂર આનંદ માણ્યો હતો, ત્યારે ધુલીટી રમ્યા બાદ ઘણા લોકો નદી તળાવમાં નાહવા માટે જતા હોય છે અને ત્યાં ડૂબી જવાના કારણે તેમના મોત પણ નિપજતા હોય છે. પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તે રૂંવાડા ઉભા કરી દેનારી છે.

હરિયાણાના કરનાલથી એક દિલ ધડક ઘટના સામે આવી છે. કરનાલના ઔરૌંડામાં બાથરૂમમાં ગૂંગળામણથી એક દંપતીનું મોત થયું હતું. મૃતક ગૌરવ અને શિલ્પીના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. શુક્રવારે હોળીનો તહેવાર મનાવીને બંને બાથરૂમ ગયા ત્યારે ગેસ લીક ​​થવાને કારણે અકસ્માત થયો હતો. મોડી રાત્રે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા શનિવારે બંનેનું પોસ્ટમોર્ટમ કરનાલમાં જ કરવામાં આવશે.

પરિવારના સભ્ય યોગેશ કુમારે જણાવ્યું કે મને ફોન આવ્યો કે મારો પિતરાઈ ભાઈ બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો છે. ફોન કોલ બાદ તે ઘરે આવ્યો અને તેણે ગામના ડોક્ટર પાસે તપાસ કરાવી. આ પછી તેને પાણીપતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને ના પાડી. ત્યાર બાદ અમે તેને ખરૌંડાની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

બાથરૂમમાં ગેસ ગીઝર હતું. હોળીના તહેવારની ઉજવણી કર્યા બાદ લગભગ એક વાગ્યે બંને હાથ-મોં ધોઈ રહ્યા હતા. ત્યાં એક ગેસ ગીઝર હતું જેના કારણે બંનેનો શ્વાસ રૂંધાયો હતો. લાંબા સમય સુધી પાણીની મોટર બંધ ન થતાં તેની માતા તેમને જોવા ગઈ હતી. બંને બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

પોલીસ સ્ટેશનના પ્રભારી દીપક કુમારે જણાવ્યું કે હોસ્પિટલમાંથી માહિતી આવી હતી જેમાં ગૌરવ અને શિલ્પીના મોતની માહિતી મળી હતી. પરિવારજનોએ જણાવ્યું કે બાથરૂમમાં ગેસ ગીઝર લગાવવામાં આવ્યું હતું અને ગેસ લીક ​​થવાને કારણે આ અકસ્માત થયો હતો. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Niraj Patel