ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરાએ 5 ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ સ્ટાર કપલે મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં પુરા રીત રિવાજો સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કરિશ્મા તન્ના હવે વરુણ બંગેરાની પત્ની બની ગઇ છે. તેમના લગ્નની તસવીરો સામે આવી છે, જે કરિશ્મા તન્નાએ શેર કરી છે. આ સાથે તેણે બે વીડિયો પણ શેર કર્યા છે.
કરિશ્મા તન્નાએ પોતાના લગ્નમાં પિંક કલરનો વેડિંગ લહેંગો પહેર્યો હતો. જ્યારે વરુણ બંગેરાએ સફેદ શેરવાની પહેરી હતી. કરિશ્મા તન્નાના લગ્નની તસવીરોમાં તેનો પતિ વરુણ બંગેરા મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે. વરુણ બંગેરા કરિશ્માના ગળામાં મંગળસૂત્ર પહેરાવી રહ્યો હતો ત્યારે અભિનેત્રી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ લગ્નની તસવીરોમાં વરુણ બંગેરા એક્ટ્રેસ કરિશ્મા તન્નાની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.ટીવી અને ફિલ્મ સ્ટાર કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના લગ્નમાં એક મોટી કેક કાપવામાં આવી હતી. તેમજ આતશબાજી પણ કરવામાં આવી હતી. લગ્નની તસવીરોમાં અભિનેત્રી કરિશ્મા તન્ના વરુણ બંગેરાને પોતાના હાથે કેક ખવડાવતી જોવા મળી રહી છે.વરુણ બંગેરા અને કરિશ્મા તન્નાની આ તસવીરો જોયા બાદ તેમના ફેન્સ તેમના લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
તસવીરમાં કરિશ્મા તન્ના દુલ્હનના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કરિશ્મા તન્નાએ પોતાના જીવનની ખાસ ક્ષણ પર પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. કરિશ્મા-વરુણના લગ્નમાં ઘણા ઓછા મહેમાનો સામેલ થયા હતા. કરિશ્મા તન્ના-વરુણ બંગેરાની તસવીરો જોઈને અનુમાન લગાવી શકાય છે કે બંને આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટીવી અભિનેત્રીના લગ્નની ખુશીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઉત્સવનો માહોલ બનાવી દીધો.
તમને જણાવી દઈએ કે આ કપલે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. આ પહેલા શુક્રવારે કરિશ્મા તન્નાની મહેંદી સેરેમની યોજાઇ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. મહેંદી સેરેમની દરમિયાન કરિશ્મા તન્ના ખૂબ જ મસ્તી કરતી અને ડાન્સ કરતી જોવા મળી હતી. તે જ સમયે, વરુણ હેર ડ્રાયરથી તેના પગ પર મહેંદી સૂકવતો જોવા મળ્યો હતો. ફેન્સની સાથે સેલેબ્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
મહેંદી સેરેમનીમાં કરિશ્મા તન્ના યલો કલરના ડ્રેસમાં જોવા મળી હતી. કરિશ્મા-વરુણે એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા હતા. કોરોનાને જોતા લગ્નમાં વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ. કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા છેલ્લા દોઢ વર્ષથી કબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ ગયા વર્ષે જ સગાઈ કરી હતી. બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી.
View this post on Instagram
સુવેદની એક પાર્ટીમાં બંનેની મુલાકાત થઈ હતી, ત્યારબાદ બંનેની મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો. વરુણ બંગેરા મુંબઈનો રહેવાસી છે. આ સાથે તે એક બિઝનેસમેન પણ છે. તે વીબી ક્રોપ નામની કંપનીના ડાયરેક્ટર છે. વરુણે પોતાનું સ્કૂલિંગ કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાંથી કર્યું છે. તેણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
View this post on Instagram
કરિશ્મા છેલ્લે ફિલ્મ સૂરજ પે મંગલ ભારીમાં જોવા મળી હતી. અભિનેત્રી નચ બલિયે, બિગ બોસ 8, ઝલક દિખલા જા સહિત ખતરો કે ખિલાડી જેવા મોટા રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે.