ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા કારગિલ હીરોનું કેપ્ટને કર્યું અનોખું સ્વાગત, વાયરલ વીડિયો જોઇ લોકોની છાતી પણ ગર્વથી ફૂલી

ફ્લાઇટમાં કારગિલ વોરના હિરોનું સમ્માન, ઇન્ડિગો વિમાનના પાયલટના એનાઉન્સમેન્ટે જીત્યુ સૌનું દિલ

Kargil Hero In Indigo Flight: દેશના એરપોર્ટ પરથી દરરોજ સેંકડો મુસાફરો હવાઈ મુસાફરી કરે છે. ત્યારે ક્યારેક ઘણા એવા પણ પ્રસંગો આવે છે જ્યારે કોઈ ખાસ મહેમાન ફ્લાઈટમાં મુસાફરી કરતા હોય. જો કોઈ અભિનેતા-અભિનેત્રી, રાજકારણી અથવા કોઈપણ પ્રખ્યાત વ્યક્તિ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળે તો અન્ય મુસાફરો તેમને જોઈને સેલ્ફી લેવા માટે તલપાપડ થઈ જાય છે. તાજેતરમાં જ્યારે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ બિઝનેસ ક્લાસને બદલે ઈકોનોમી ફ્લાઈટમાં મુસાફરી કરી ત્યારે તેની સાદગીની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી.

કારગિલ હિરોનું ફ્લાઇટમાં થયુ સ્વાગત
આટલું જ નહીં, તે સમયે તે કેન્ડી ક્રશ ગેમ રમી રહ્યો હતો અને ગેમ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી. જો કે, અમે કોઇ સેલિબ્રિટીની નહિ પણ કારગિલ વોરના હિરોની વાત કરી રહ્યા છે, તેમને ઈન્ડિગોમાં મુસાફરી કરતા જોઈને પાયલટે જે રીતે તેમનું સ્વાગત કર્યું તે જોઈને લોકો ખુશ થઈ ગયા. વાયરલ ક્લિપ ઈન્ડિગો દ્વારા તેના ટ્વિટર પેજ (@IndiGo6E) પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે ફ્લાઈંગ વિથ ધ હીરો, સુબેદાર મેજર સંજય કુમાર જી, પરમ વીર ચક્ર.

કેપ્ટનના એનાઉન્સમેન્ટે જીત્યા લોકોના દિલ
23 જુલાઈના રોજ શેર કરવામાં આવેલ આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હજારો લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. આ વીડિયોમાં મેજર પોતાની સીટ પર બેઠેલા જોઇ શકાય છે, તેમની સામે ક્રૂ મેમ્બર્સ અને પાઈલટ ઉભા છે. થોડા સમય પછી પાયલોટે જાહેરાત કરી – આજે અમારી સાથે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે. પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર સંજય કુમાર જી. જેઓ આ વાત નથી જાણતા તેમની જાણકારી માટે અમે તમને જણાવીએ કે આ એવોર્ડ શું છે. વાસ્તવમાં ભારતીય ઈતિહાસમાં અત્યાર સુધી આ સન્માન માત્ર 21 લોકોને જ આપવામાં આવ્યું છે. તે યુદ્ધ દરમિયાન આપવામાં આવતો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
કેપ્ટનના એનાઉન્સમેન્ટની સ્ટાઇલે લોકોના દિલ જીતી લીધા. યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- આ જોઈને મારો દિવસ બની ગયો. અન્ય યુઝરે કહ્યું- આ ગર્વની વાત છે. બીજા એક યુઝરે કોમેન્ટ કરી- હીરોનું સન્માન કરવા બદલ ઈન્ડિગોનો આભાર. વીડિયો જોઈને મારો દિવસ બની ગયો. અન્ય એક યુઝરે લખ્યું સુબેદાર મેજર સંજય કુમારની બહાદુરીને સેંકડો સલામ. તમારી બહાદુરીના કારણે અમે સુરક્ષિત જીવન જીવી રહ્યા છીએ. અમને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે, જય હિંદ.

Shah Jina