ભાઈ રણબીર કપૂરના લગ્નમાં બહેન કરીના કપૂરે વટ્ટ પાડી દીધો, અધધધધધધ લાખનો લહેંગો, ડાયમંડ નેકલેશ, પટૌડી પરિવારની વહુનો ઠાઠ માઠ તો જુઓ તસ્વીરોમાં

બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારનું આગમન શરૂ થઈ ગયું છે. રણબીર કપૂરની કઝીન કરીના કપૂર ખાન ફરી એકવાર સૌથી ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. પટૌડી પરિવારની વહુ કરીના કપૂર ખાન અવારનવાર પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે.

વેસ્ટર્ન લુકમાં તેને તમે અવાર નવાર જોઈ હશે અને ચાહકોના દિલ પણ જીતતી રહે છે, પરંતુ જ્યારે ટ્રેડિશનલ પહેરવેશ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે દરેકની નજર તેના પર અટકી જાય છે. ત્યારે કરીના ફરી એકવાર તેના લુકને લઈને ચર્ચામાં આવી છે. પ્રસંગ હતો તેના પિતરાઈ ભાઈ અને અભિનેતા રણબીર કપૂરની મહેંદી સેરેમની.

આ ફંક્શનમાં કરીનાએ મનીષ મલ્હોત્રાનો ડબલ શેડનો સ્લિવર લહેંગા પસંદ કર્યો હતો. આ લહેંગામાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીનાનો લહેંગા જોવામાં સરળ હતો, પરંતુ જ્યારે તમે તેની કિંમત જાણશો, ત્યારે તમારા હોશ ઉડી જશે. કરીનાના ચાહકો પણ તેના આ લુકને જોતા જ રહી ગયા.

મનીષ મલ્હોત્રાની સત્તાવાર વેબસાઇટ પર કરીનાએ પહેરેલા લહેંગાની કિંમત 5 લાખ 75 હજાર રૂપિયા છે. કરીનાના એકંદર દેખાવ વિશે વાત કરીએ તો, તેને ડાયમંડ સ્ટડ અને નેકપીસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. મિનિમલ મેક-અપ, સ્ટ્રેટ હેર કરીનાના લુકમાં વધારો કરી રહ્યા છે. કરીનાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર આજે એટલે કે 14 એપ્રિલે સાત વચન લઈને એકબીજાના બની જશે. આજે સવારે દંપતીની પીઠી વિધિ શરૂ થઇ. કપૂર પરિવાર વરઘોડો લઈને  કૃષ્ણ રાજ બંગલાથી વાસ્તુ હાઉસ પહોંચશે. આલિયા અને રણબીર આજે બપોરે સાત ફેરા લઈ શકે છે.

આ દૃશ્ય બિલકુલ એવું લાગે છે કે જાણે કોઈ તહેવાર હોય. લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે. માત્ર પરિવારના સભ્યો સિવાય રણબીર-આલિયાના લગભગ 20 મિત્રો લગ્નમાં હાજરી આપશે. ત્યારે બૉલીવુડ સમેત રણબીર અને આલિયાના ચાહકો પણ હવે તેમના લગ્નની તસવીરો સામે આવી તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel