બોલિવૂડની હોટ અભિનેત્રી કરીના કપૂર ખાન પ્રોફેશનલ લાઈફને લઈને જ ચર્ચામાં રહે છે તેવું નથી તે તેની ફિટનેસ અને ગ્લોઈંગ સ્કિનને કારણે પણ ચર્ચામાં રહે છે. બે બાળકોની માતા હોવા છતા 41 વર્ષની કરીનાની સ્કિન યંગ લાગે છે. લોકોને એવું લાગે છે કે, તે મેકઅપના કારણે સુંદર લાગે છે પરંતુ કરીના પોતાની સુંદરતાને જાળવી રાખવા માટે નેચરલ ટિપ્સ ફોલો કરે છે, જેમા મધનો સમાવેશ થાય છે.
સ્કિનની કોમળતા જાળવી રાખવા માટે મધ એ કુદરતે આપણને આપેલી સૌથી મોટી ભેટ છે. તેથી કરીના નેચરલી રીતે સ્કિનને કોમળ રાખવા માટે મધનો ઉપયોગ કરે છે. તેમનું કહેવું છે કે, હું ફેશિયલ પર ભરોસો કરતી નથી. મારા માટે સૌથી સારો ઘરેલું ઉપાય મધ છે. આ મારી સ્કિનને સાફ અને સુંદર બનાવે છે. હું મારી સ્કિન પર મધનું હળવું સ્તર લગાવું છું. થોડી મિનિટ માટે માલિશ કરું છે અને પછી તેને ધોઈ નાખું છું.
એક ચમચી મધ, ગુલાબ જળ અને મુલતાની માટીને ત્યાં સુધી ભેળવો જ્યાં સુધી તેની પેસ્ટ ન બની જાય. પછી તેને ચહેરા અને ગરદન પર ફેસ માસ્કની જેમ લગાવો. તેને 10થી 15 મિનિટ સુધી આમ જ રહેવા દો અને પછી જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સાદા પાણીથી સાફ કરી નાખો. આ પેક સ્કિનની કોમળતા જાળવવામાં મદદ કરે છે અને મૃત કોશિકાઓને દૂર કરે છે.
મોઈસ્ચરાઈઝિંગ હની ફેસ માસ્ક: ઘરે જ સ્પા જેવી સ્કિન બનાવવી હોય તો તમે DIY તેલથી માલિશ કરી શકો છો. તેના માટે 1 ચમચી મધ અને જૈતુનનું તેલ મિક્સ કરો. તેનાથી ચહેરા પર હળવા હાથેથી મસાજ કરો અને પછી થોડીવાર માટે છોડી દો. ત્યાર બાદ તાજા પાણીથી ધોઈ નાખો. આ પૈક સ્કિનને હાઈટ્રેટ કરવામાં મદદ કરશે અને તેનાથી રફનેસ દૂર થશે.
ગ્લોઈંગ સ્કિન માટે ફેસ પેક: મધમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણ ત્વચા પર બેક્ટેરિયાને નિયંત્રિત કરે છે. આ શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ ફેસ માસ્કને બનાવવા માટે 3 ચમચી મધમાં એક ચમચી તાજા પીસેલ તજ ઉમેરો. તેને ચહેરા પર લગાવીને 8-10 મિનિટ માટે રાખો અને પછી સાદા પાણીથી ધોઈ નાખો.