કરીના કપૂર ખાને શેર કરી ટીમ ઈન્ડિયાને ચીયર કરવા પહોંચેલ નાનકડા નવાબ તૈમુરની તસવીર, સ્ટેડિયમની તસવીરો થઇ રહી છે વાયરલ

ટીમ ઈન્ડિયાને ચીયર કરતો જોવા મળ્યો તૈમૂર, પિતા સૈફ અલી ખાનની એમએસ ધોની સાથે તસવીરો વાયરલ

ભારતીય ટીમે ઓવલ ખાતે ઈંગ્લેન્ડને એકતરફી 10 વિકેટે હરાવી દીધું હતું. બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન આ મેચ જોવા પુત્ર તૈમુર સાથે સ્ટેડિયમ પહોંચ્યો હતો. VIP બોક્સમાં તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર ગોર્ડન ગ્રીનિજને મળ્યો હતો.

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનની નસોમાં ક્રિકેટ વસે છે. તેમણે ભલે અભિનયની કારકિર્દી પસંદ કરી હોય પરંતુ તેના પરિવારનો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ છે. તેમના પિતા મન્સૂર અલી ખાન પટૌડી અને દાદા ઈફ્તિખાર અલી ખાન પટૌડી ક્રિકેટર હતા. બંને ટીમ ઈન્ડિયાનું સુકાની હતા. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે સૈફ પણ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને પુત્ર તૈમુર સાથે ઓવલ પહોંચ્યો હતો જ્યાં ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું.

સૈફ અને કરીનાના પુત્ર તૈમુરની એક તસવીર સામે આવી છે. તેને જોઈને લાગે છે કે તે ક્રિકેટને સમજી રહ્યો છે. તૈમુરે બ્લુ જીન્સ સાથે સફેદ અને લાલ રંગનો ચેક શર્ટ પહેર્યો હતો. અને તેમાં તે ખૂબ જ સુંદર લાગે છે કરીના કપૂર દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં સૈફ ગ્રીનિજ સાથે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. આ મેચ ભારત માટે ઐતિહાસિક હતી. ભારતે પ્રથમ વખત ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું.

કરીના કપૂર ખાને મેચ જોતા વખતની તેના પરિવાર સાથેની તસવીરો શેર કરી હતી. કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેનો પરિવાર કેનિંગ્ટન ઓવલમાં મેચ જોઈ રહ્યો છે. આ સાથે કરીનાએ કેપ્શન આપ્યું છે – ‘મારી પ્રથમ મેચ.’ આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ બનાવી છે.

અન્ય એક તસવીરમાં તૈમૂર તેના પિતા સૈફ અલી ખાન સાથે મેચ જોઈ રહ્યો છે. તેમાં તેણે લખ્યું હતું કે, ‘શું ચાલી રહ્યું છે ટીમ?’ બીજી એક તસવીર પણ વાયરલ થઈ રહી છે જેમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓપનર ગ્રેડન ગ્રીનિચ પણ સૈફ સાથે ઉભો છે અને મહેન્દ્ર સિંહ ધોની પણ સાથે ઉભા છે.

Patel Meet