બોલિવુડની સૌથી ખૂબસુરત જોડીમાંની એક કરીના કપૂર અને સૈફ અલી ખાનને રવિવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.બંને તેમના બંને દીકરાઓ તૈમુર અને જહાંગીર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા હતા અને હવે તેઓ મુંબઇ પાછા ફર્યા છે. આ દરમિયાન તેમનો પરિવાર કલીના એરપોર્ટ બહાર સ્પોટ થયો હતો.
બહાર નીકળતા સમયે કરીનાનો નાનો દીકરો જહાંગીર જયાં નૈનીના ખોળામાં જોવા મળ્યો અને તૈમુર ગ્રીન ટી શર્ટ અને પિંક પેંટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તૈમુર, સૈફ અને કરીનાએ સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. એરપોર્ટથી બહાર નીકળતા સમયે સૈફ બ્લુ શર્ટ અને વ્હાઇટ પેંટમાં જોવા મળ્યા હતા. જહાંગીર નૈનીના ખોળામાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો.
કરીના કપૂર એરપોર્ટ બહાર વ્હાઇટ આઉટફિટમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન કરીનાએ માસ્કથી ચહેરાને કવર કરી રાખ્યો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂરે માલદીવમાં ખૂબ એન્જોય કર્યુ હતુ. ત્યાં જ તેમનો દીકરો પણ હવે 6 મહિનાનો થઇ ગયો છે. આ અવસર પર કરીનાએ તેના નાના દીકરાને હાથમાં પકડી એક ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યુ કે, તે 6 મહિનાનો થઇ ગયો છે. કરીનાએ કેપ્શન લખ્યુ હતુ કે, તને હંમેશા પ્રેમ, ખુશી અને સાહસ મળે. તમને જણાવી દઇએ કે, કરીના અને સૈફે આ વર્ષની શરૂઆતમાં દીકરાનું સ્વાગત કર્યુ હતુ. અત્યાર સુધી તેમણે તેમના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો હતો. જો કે, હાલમાં જ પેપરાજી દ્વારા તેના ચહેરાની ઝલક કેપ્ચર થઇ હતી.
કરીનાએ આ વર્ષે જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તેના જન્મ સાથે જ કપલ તેમના નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયા છે. આ ઘર તેમના જૂના બંગલા પાસે જ છે. એવામાં કરીના બીજી પ્રેગ્નેંસી દરમિયાન સજાવટ અને ઇંટિરિયર કામમાં વ્યસ્ત હતી.
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, સૈફ અને કરીના સાથે સાથે એરપોર્ટ પર એશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા પણ સ્પોટ થયા હતા. એશ્વર્યા જયાં બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ત્યાં જ તેની દીકરી આરાધ્યા ફ્લોરલ પ્રિંટ વાળા ડ્રેસમાં જોવા મળી હતી.
View this post on Instagram