બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ બંને બાળકો અને પતિ સાથે મલદીવની અંદર રજાઓનો આનંદ માણી રહી છે. કરીના કપૂર સૈફ અલી ખાનના જન્મ દિવસની ઉજવણી કરવા માટે માલદીવ પહોંચ્યા હતા. જેની તસવીરો પણ કરીનાએ સૈફનાં જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ હતી.
કરીનાએ હાલમાં જ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે, આ પુસ્તકનું નામ તો પહેલાથી જ વિવાદમાં રહ્યું, પરંતુ હવે પુસ્તકની અંદરથી જે બાબતો સામે આવી રહી છે તે પણ ચર્ચાનો વિષય બનવા લાગી છે. એક બાબત તો કરીનાના નાના દીકરાનું નામ. કરીનાએ પોતાના લાડલાનું નામ “જહાંગીર” રાખ્યું છે જેને લઈને તે સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ થવા લાગી છે. હવે કરીનાએ આ પુસ્તક દ્વારા સૈફ સાથે પ્રેગ્નેન્સી દરમિયાનના તેના સંબંધો વિશે જણાવ્યું છે.
કરીનાએ એક નવા ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું કે પ્રેગ્નેન્સી દરમિયાન બેડ ઉપર સૈફ સાથે રાત્રે બેડ પર સંબંધો ના બાંધી શકવા વિશે વાત કરી હતી. તેને જણાવ્યું કે સંબંધ એક પતિ અને પત્ની વચ્ચે જરૂરી વિષય હોય છે.
કરીનાએ જણાવ્યું કે “મને નથી લાગતું કે તમને આ વિશે વાત કરવા માટે હિંમતની જરૂર હોય છે. સંબંધ પતિ અને પત્ની વચ્ચે જરૂરી વિષય છે. અને તેનાથી મહિલાઓ કેવો અનુભવ કરે છે તેના ઉપર અસર પડે છે.”
પોતાના પુસ્તકની અંદર કરીનાએ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન બેડ ઉપરના સંબંધો વિશે પણ વાત કરી છે. તેને કહ્યું કે, “એ શક્ય છે કે એક મહિલાને સંબંધો બાંધવાની ઈચ્છા ના થયા. કે પછી એવો પણ અનુભવ થાય કે પ્રેગ્નેન્સીના સમયે તે પોતાની જાતને જ પસંદ ના કરતી હોય.”
તેને આગળ જણાવ્યું કે “આજ એ બધી વસ્તુઓ છે જેનાથી મ્હીળો ચાઈલ્ડ બર્થ દરમિયાન પસાર થાય છે. લોકોને મેન્સ્ટ્રીમ એક્ટર્સને આ બધી જ વસ્તુઓ વિશે વાત કરીને જોવાની આદત નથી હોતું. પરંતુ પછી તેને મેન્સ્ટ્રીમ અભિનેત્રીને પ્રેગ્નેન્ટ જોવાની પણ આદત નથી હોતી.”