કરીના કપૂર ખાન મહેબૂબ સ્ટુડિયો બહાર મેકઅપ ફ્રી લુકમાં આવી નજર, જુઓ તસવીરો
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બી ટાઉનની એ હસીનાઓમાંની એક છે જેની ડ્રેસિંગ સ્ટાઇલ કમ્ફર્ટ મામલે બિલકુલ પરફેક્ટ હોય છે. અદાકારાને ખૂબ જ સારી રીતે ખ્યાલ રહે છે કે તેને પોતાની ફેશનને ટ્રેંડ બનાવાની છે. આ જ કારણ છે કે બેબો જે પણ આઉટફિટ કેરી કરે છે તેમાં ગ્રેસ સાથે બોલ્ડનેસનો તડકો પણ જરૂર જોવા મળે છે. કરીનાને ઘણીવાર પેપરાજી દ્વારા સ્પોટ પણ કરવામાં આવતી હોય છે.
કરીના કપૂરને હાલમાં જ મુંબઇમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી. કરીના આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કરીનાની આ દરમિયાનની સામે આવેલી તસવીરોમાં તેની પોસ્ટ પ્રેગ્નેંસી વેટ લૂઝ જર્ની જોવા મળી રહી છે. કરીના બીજી પ્રેગ્નેંસી બાદ તેના ફિગરમાં પાછી આવવાની ઉતાવળ કરી રહી નથી પરંતુ તે તેની લાઇફના આ ફેઝને ઘણુ એન્જોય કરી રહી છે.
કરીનાની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે તેણે સનગ્લાસેસ કેરી કર્યા છે અને તે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. કરીના પ્રેગ્નેંસી દરમિયાન અને પ્રેગ્નેંસી બાદ વર્કફ્રંટ પર ખૂબ એક્ટિવ છે. કરીના કપૂર અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર દીકરાઓ સાથેની તસવીર શેર કરતી રહે છે.
કરીનાએ આ વર્ષની શરૂઆતમાં જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પહેલા તો કરીના અને સૈફે તેમના નાના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો હતો પરંતુ હવે તો તેની ઝલક સામે આવી ગઇ છે.

કરીનાએ થોડા સમય પહેલા જ તેના દીકરા સાથે ખૂબસુરત તસવીર શેર કરી હતી. જેમાં તે બંને ખૂબ જ ક્યુટ લાગી રહ્યા હતા. કરીના અને સૈફનો દીકરો 6 મહિનાનો થઇ ગયો છે. આ તસવીરે તો થોડી જ મીનિટોમાં 10 લાખથી વધુ લાઇક મેળવી લીધી હતી. કરીનાની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. કરીનાની આ તસવીર પર ઘણા સેલેબ્સે પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટો પણ કરી હતી.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહથી લઇને મનીષ મલ્હોત્રા અને અમૃતા અરોરા સુધી ઘણા સેલેબ્સે આ તસવીર પર કમેન્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ચાહકો અને સેલેબ્સ માતા અને બાળક પર પ્રેમ વરસાવી રહ્યા હતા. કરીના કપૂર પતિ અને દીકરાઓ સાથે માલદીવમાં વેકેશન મનાવી પરત ફરી છે.

તેઓને પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, જયાં કરીના અને સૈફના નાના દીકરાની ક્યુટ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. તે નૈનીના ખોળામાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. આ ઉપરાંત તૈમુર પણ તેમની સાથે જોવા મળ્યો હતો.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરના કરિયરની શરૂઆત ફિલ્મ “રિફ્યુજી”થી થઇ હતી. આ ફિલ્મમાં તેના અભિનયની આલોચકોએ પણ સરાહના કરી હતી. કરીના કપૂરે પોતાનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફના આ બીજા લગ્ન હતા. સૈફના પહેલા લહ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. પહેલા લગ્નથી તેમને બે બાળકો છે. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.
View this post on Instagram