આજે નવા વર્ષ 2022નો પહેલો દિવસ છે. ગઈ કાલે સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ અને ટીવી સેલેબ્સે પણ નવા વર્ષની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરી હતી. બોલિવૂડ સેલેબ્સે નવા વર્ષની ઉજવણી પોતપોતાની સ્ટાઇલથી કરી હતી. આ દરમિયાન કરીના કપૂરના ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે.
ફોટોમાં જોઈ શકાય છે કે કરીના લાલ રંગના નાઈટ સૂટમાં જોવા મળી રહી છે. તેણે માથા પર ગોલ્ડન ટોપી પહેરી છે અને તે મેકઅપ વિના જોવા મળી રહી છે. તે પતિ સૈફ અલી ખાન, નણંદ સોહા અલી ખાન અને નણંદોઈ કુણાલ ખેમુ સાથે જોવા મળી રહી છે. સોહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું- 50% ક્ષમતા સાથે 2021નો છેલ્લો સુપર દિવસ.
આ સાથે તેણે કેટલાક હેશટેગ પણ માર્યા છે જેમ કે, #happynewyear #farewell2021 #besafe. સોહા અલી ખાને શેર કરેલા ફોટામાં સૈફ અલી ખાન બ્લેક શર્ટ અને માથા પર ગોલ્ડન કેપ પહેરીને વિચિત્ર ચહેરો બનાવતો જોવા મળી રહ્યો છે. ત્યાં તેની બાજુમાં ઉભેલી બહેન સોહા ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
આટલું જ નહીં, કરીના કપૂર આ બધામાં સૌથી ખુશ અને શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં જોઈ શકાય છે કે દરેક લોકો ડાઈનિંગ ટેબલ પર બેઠા છે અને પ્લેટો સ્વાદિષ્ટ ભોજનથી સજાવવામાં આવી છે. ફોટોમાં કુણાલ કપૂર અને આલિયા કપૂર જોવા મળી રહ્યા છે.આપને જણાવી દઈએ કે આ દિવસોમાં કરીના કપૂર પાસે કોઈ ફિલ્મની ઑફર નથી.
તે લાંબા સમયથી કોઈ કમર્શિયલ શૂટ કરતી પણ જોવા મળી ન હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કરીના કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી. જોકે, હવે તે સ્વસ્થ છે. તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં છે.
લાલા સિંહ ચડ્ડાનું શુટિંગ પૂર્ણ થઇ ગયુ છે. આ શુટિંગ થોડા સમય પહેલા મુંબઇમાં થતુ જોવા મળ્યુ હતુ. આ દરમિયાન કરીના કપૂર અને આમિર ખાન અલગ અલગ અવતારમાં પણ જોવા મળ્યા હતા.
ત્યાં સૈફની વાત કરીએ તો, સૈફ અલી ખાન આગામી સમયમાં આદિપુરુષ અને વિક્રમ વેધા ફિલ્મોમાં જોવા મળશે. તેણે હાલમાં જ લખનઉમાં ફિલ્મના બીજા શેડ્યૂલનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ એક કોપના રોલમાં અને રિતિક રોશન ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.
બીજી તરફ, તમિલ ફિલ્મમાં આર માધવને પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી અને વિજય સેતુપતિ ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીએ કર્યું હતું. આ જ જોડી આ રિમેકનું નિર્દેશન પણ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.