એરપોર્ટ પર કરીના સાથે થઇ બદસલૂકી, ચાહકે હાથ ફેલાવી કરી બાહોમાં લેવાની કોશિશ, ગભરાઇ અભિનેત્રી- જુઓ વીડિયો

એરપોર્ટ પર ભીડે કરીના કપૂરને ઘેરી, બેગ ખેંચી-ધક્કા મુક્કી કરી, બાહોમાં લેવાની કોશિશ, જુઓ વીડિયો

ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમને તેમના મનપસંદ સ્ટારને મળવાનો મોકો મળે છે, તો ક્યારેક તેઓ ઉત્સાહમાં આવીને કંઇક એવી હરકત કરી બેસે છે કે લોકો તેના પર પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે. તેઓ પોતાના ફેવરિટ સ્ટાર્સને પોતાના મોબાઇલમાં કેદ કરવા અથવા તો સેલ્ફી લેવાનું ચૂકતા નથી. પરંતુ ક્યારેક ચાહકોની ક્રેઝીનેસ ખૂબ વધી જતી હોય છે. આવી જ ઘટના હાલમાં બની છે. હાલમાં જ કરીના કપૂરને જોઈને એક ફેને કંઈક આવું જ કર્યું, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફોટો પડાવવા માટે અભિનેત્રીની ખૂબ નજીક આવતો જોવા મળી રહ્યો છે. પોતાની આટલી નજીક વ્યક્તિને જોઈને બેબો પણ ડરી જાય છે. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી એરપોર્ટ પર છે અને ચાહકોએ તેને ઘેરી લીધી છે. આ દરમિયાન એક વ્યક્તિ કરીનાના ખભા પર હાથ રાખવાનો પ્રયાસ કરે છે.

તે કરીનાના ખભા પર હાથ મૂકીને તેની સાથે તસવીર લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ કરીનાનો ગાર્ડ્સ તે વ્યક્તિનો હાથ પકડીને તેને હટાવી દે છે. આ પછી પણ તે વ્યક્તિ વારંવાર અભિનેત્રી સાથે ફોટો પડાવવા માટે બેતાબ લાગી રહ્યો છે. જ્યારે ફેન કરીનાની નજીક આવવાનો પ્રયાસ કરે છે અને તેના ખભા પર હાથ મૂકે છે, તો કરીના પણ ડરી જાય છે. તેના ચહેરાના હાવભાવ જોઈને કહી શકાય કે બેબો પણ ફેન્સની આ હરકતથી અસહજ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ તેના પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘બેબો ડરી ગઈ હતી’. તો બીજાએ લખ્યું છે, ‘દોસ્ત તે પબ્લિક પ્રોપર્ટી નથી’. ત્યાં અન્ય એકે લખ્યું, ‘એક મર્યાદા છે. કેટલાક લોકો સાવ અજાણ હોય છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જો કરીનાની જગ્યાએ કોઈ પુરૂષ અભિનેતા હોત તો તેનામાં આટલી હિંમત ન હોત. સોશિયલ મીડિયા પર યુઝર્સે ચાહકોને નમ્રતાથી વર્તન કરવાની સલાહ પણ આપી રહ્યા છે. કરીના કપૂરના લુકની વાત કરીએ તો, તે કૂલ લુકમાં એરપોર્ટ પર પહોંચી હતી. તેણે સફેદ સ્વેટર, સફેદ ટી-શર્ટ

અને સફેદ ટ્રેક પેન્ટ કેરી કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીના લંડન ડિરેક્ટર હંસલ મહેતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ ગઈ છે. આ એક મર્ડર થ્રિલર છે, જેનું નિર્માણ પણ કરીના કપૂર કરી રહી છે. આ સિવાય કરીના ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ના હિન્દી વર્ઝનમાં જોવા મળશે. કરીનાની અગાઉની રિલીઝ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ચાહકોને આશા છે કે કરીના તેના આગામી પ્રોજેક્ટ્સથી ધમાલ મચાવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina