આ કારણથી કરીના મોમ પહેરાવે છે સૌથી સસ્તા કપડાં
નવાબ સૈફ અલી ખાન અને બેગમ કરીના કપૂરનો લાડલો તૈમુર અલી ખાન 20-ડિસેમ્બર 2020 ના રોજ ચાર વર્ષનો થઇ ચુક્યો છે. જન્મદિવસ નિમિતે નાની એવી પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તૈમુરે કેક કટિંગ પણ કર્યું હતું. આટલી નાની ઉંમરે પણ તૈમુરની લોકપ્રિયતા કોઈ સ્ટારથી કમ નથી.

જન્મથી જ તૈમુર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે, અને તૈમુર જ્યારે પણ બહાર નીકળે છે મીડિયાના કેમેરા તેને કેપ્ચર કરી જ લે છે. ચાહકો પણ તૈમુરની નવી-નવી તસ્વીરો જોવા માટે આતુર રહે છે. તૈમુરની નવાબી સ્ટાઇલ પરદરેકનું ધ્યાન કેન્દ્રિત થાય છે, આ નવાબી પણું તેને વારસામાં મળ્યું છે.

કરીનાએ તૈમૂરના જન્મદિવસ પર લાંબી પોસ્ટ લખી હતી અને વિડીયો પણ શેર કર્યા હતા. જેમાં તૈમુર પ્રાણીઓ સાથે રમતો અને ક્યારેક ગાયને ચારો ખવડાવતો દેખાઈ રહ્યો છે. અને ક્યારેક બકરીના બચ્ચાઓ સાથે રમતો પણ દેખાઈ રહ્યો છે.

તૈમુર પટૌડી ખાનદાનનો વારસદાર છે છતાં પણ માં કરીના તેને સામાન્ય અને સસ્તા કપડા જ પહેરાવે છે. કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હું તૈમુર માટે જારા,એડિડાસ અને એચએનએમથી જ કપડા ખરીદું છું. તેના માટે હાઈ બ્રાન્ડ જેવા કે ગુચી કે પરાડાના કપડાં નથી ખરીદતી. હજી તો તે પૈસા નથી કમાતો અને તેના માતા-પિતાને તેના માટે કપડા ખરીદવા માટે ખુબ કામ કરવું પડે છે. એવામાં તેને મોંઘા કપડા પહેરવા નથી મળતા”.

સસ્તા કપડા પહેરાવવા છતાં પણ તૈમુરનો દરેક લુક ખુબ જ સુંદર અને ક્યૂટ હોય છે. આગળની હોળીના તહેવારે તૈમુરે વ્હાઇટ રંગનો ચિકનકારી પઠાણી કુર્તો પહેર્યો હતો જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

પોતાના મામા અરમાન જૈનના લગ્નમાં તૈમુરે રોયલ બ્લુ અને વ્હાઇટ રંગનું ચુડીદાર પહેર્યું હતું, જ્યારે સોનમ કપૂરના લગ્નમાં તૈમુરે પિન્ક કલરનો કુર્તો અને પાયજામા પહેરી રાખ્યો હતો. કોઈ ખાસ સમારોહના સિવાય કરીના તૈમુરને સસ્તા કપડાં જ પહેરાવે છે.