સંસ્કારી નગરી વડોદરામાં કરાટે કલાસનો સંચાલક ભાન ભુલ્યો, સગીર વિધાર્થીનીના બધા જ કપડાં કાઢ્યા અને પછી શરી ઉપર તેલ નાખીને…….

સંસ્કારી નગરી પર ફરી એક લાંછન : કરાટે કોચ સાહેબ ભાન ભૂલ્યો, સગીર વિદ્યાર્થીના કપડાં ઉતારીને…જાણો વિગત

છેલ્લા થોડા સમયથી ગુજરાતની અંદરથી એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય. સોશિયલ મીડિયા અને સમાચારમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓની છેડતી થવાના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે, સંસ્કારી નગરી વડોદરામાં પણ સંસ્કારોના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.

હાલ એક ઘટના વડોદરામાંથી જ સામે આવી છે, જ્યાં કરાટે કલાસના સંચાલકે એક સગીર યુવતી સાથે અડપલાં કર્યા હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા તરસાલી, ઘનશ્યામ પાર્ક સોસાયટીના એક મકાનની અંદર કરાટેના કલાસ ચલાવી રહેલા 43 વર્ષીય સંચાલક વિકાસ સોઢીના ઘરે એક 12 વર્ષની સગીરા કરાટે શીખવા માટે આવતી હતી.

ત્યારે કરાટે શીખવા માટે આવતી આ સગીરાના બધા જ કપડ કાઢી અને સંચાલકે તેના શરી ઉપર તેલ લગાવીને માલિશ કરી હતી, એટલું જ નહીં સંચાલકે તેના ગાલ ઉપર ચુંબન પણ કર્યું હતું. સગીરાએ આ ઘટનાની જાણ તેની માતાને કરી હતી, જેના બાદ આ અંગે સગીરાની માતાએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કિશોરી મકરપુરા વિસ્તારની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે આરોપી છેલ્લા 25 વર્ષથી કરાટે ક્લાસ ચલાવે છે. આરોપી પરિણીત છે. અને ભોગ બનનાર સગીરા કરતા પણ મોટી ઉંમરની તેની દીકરી પણ છે. હાલ પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે વિકાસ સોઢી સામે પોસ્કો એક્ટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે.

Niraj Patel