લેખકની કલમે

“કરણ… તું જલ્દી રિવરફ્રન્ટ પર આવી જા..!” “પણ ક્રિષ્ના, થયું શુ છે ?” “કરણ તું પૂછ નહીં બસ આવી જા..”

કરણ અને ક્રિષ્નાએ મળીને પાંચ લોકોને આત્મહત્યા કરતાં બચાવ્યા !

“સર, તમારો ઓર્ડર રેડી છે !” કરણે ગ્રાહકને કહ્યું. કરણ કૉલેજની સાથે ડોમીનોઝમાં પાર્ટટાઇમ જોબ પણ કરતો હતો.
રાતના દસ વાગ્યે ક્રિષ્ના ડોમીનોઝમાં આવી અને બોલી, “એ કરણ હજી સુધી તું ફ્રી નથી થયો ?” “આવ ને ક્રિષ્ના…” કરણે કહ્યું. “તું હજી કેમ બીઝી છે ?” “સોરી યાર, આજે ઓવર ટાઈમ હતો” “પણ કરણ, તે તો કહ્યું હતું કે આજે આપણે મુવી જોવા જઈશું !”
“ડિયર ક્રિષ્ના, તને તો ખબર છે ને કે હમણાંથી હું બીઝી હોઉં છું… આઇ એમ સોરી”
“કરણ, આજે રવિવાર છે અને બધા જ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોય છે અને તું…..!”ક્રિષ્ના ગુસ્સે થઈને જતી રહે છે અને ડોમીનોઝનો કેશિયર કરણને કહે છે, “ભાઈ…. ચિંતા ના કર, અમારી સાથે પણ આવુ જ થાય છે !”

“હા ભાઈ, આ તો ચાલ્યા રાખે !” કરણે કહ્યું.
કરણ પોતાના કામમાં લાગી જાય છે અને એક પછી એક ઓર્ડર સર્વ કરે છે. ડોમીનોઝમાં રવિવારે ઓવરટાઈમમાં પૈસા વધારે મળતાં એટલે કરણ ઓવરટાઈમ કરતો હતો.
રાતના સાડા અગિયાર વાગ્યે કરણ પોતાના ઘરે જવા નીકળ્યો. કરણે બાઇક શરું કર્યું અને ક્રિષ્નાનો ફૉન આવ્યો.
ક્રિષ્ના રડતાં રડતાં બોલતી હતી,
“કરણ….કરણ… તું જલ્દી રિવરફ્રન્ટ પર આવી જા..!”
“પણ ક્રિષ્ના, થયું શુ છે ?” “કરણ તું પૂછ નહીં બસ આવી જા..” “બસ પાંચ મિનિટમાં આવ્યો”

કરણ રિવરફ્રન્ટ જાય છે અને ત્યાં જુએ છે તો પોલીસ અને ઘણા બધા લોકો ભેગા થયેલા હોય છે. ક્રિષ્ના ત્યાં જ ઉભી ઉભી રડતી હોય છે. કરણે પૂછ્યું, “ક્રિષ્ના શું થયું ?”
“કરણ, હું સામે બેઠી હતી અને એક છોકરી આવી અને નદીમાં કૂદી ગઈ !” “કેમ…?”
“ખબર નહીં કરણ….પણ મારા મનમાં હજી એજ સીન ફરે છે.”
કરણ ક્રિષ્નાની બાજુમાં બેસે છે અને તેને શાંત કરે છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ એ છોકરીની ડેડ બોડીને બહાર કાઢે છે.

પોલીસ ક્રિષ્નાને ડેડ બોડી જોવા બોલાવે છે અને ક્રિષ્ના લાશ જોઇને ચીસ પાડે છે. પોલીસ ક્રિષ્નાને પૂછે છે,”આ જ છોકરી હતી ?” ક્રિષ્ના બોલે છે, “ના…સર આ એ નથી !”પોલીસ અધિકારી પણ ક્રિષ્નાના જવાબથી આશ્ચર્યમાં મુકાઈ ગયા.

રાત્રીના બે વાગ્યે સુધી તપાસ કરતાં ત્રણ લાશ નદી માંથી મળી આવી. ન્યૂઝપેપરની હેડલાઈનમાં માત્ર આ જ હતું. આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા હતા. ક્રિષ્નાને બે દિવસથી ઊંઘ જ નહોતી આવતી અને કરણ આ વાતથી ખૂબ જ ચિંતિત હતો. કરણે ક્રિષ્નાને કહ્યું, “ચાલ ક્રિષ્ના, આપણે મુવી જોવા જઈએ..!”
“ના કરણ, આજે મારે મુવી જોવાનો મૂડ નથી” “ક્રિષ્ના, તું ના આવે તો તને મારા સમ !” “કરણ, તું ક્યારેય નહીં સુધરે ?” કરણ અને ક્રિષ્નાને ફિલ્મ જોવા માટે જાય છે અને ત્યાં બન્ને શાંતિથી ફિલ્મ જોતાં હોય છે.

ક્રિષ્ના કરણના ખોળામાં માથું રાખીને સુઈ જાય છે. ફિલ્મ પુરી થાય છે અને કરણ ક્રિષ્નાને જગાડે છે. ક્રિષ્ના કહે છે, “કરણ, એક આઈડિયા !” “શું..?” “આપણે એક પ્લાન બનાવીએ”
“હા ક્રિષ્ના, પણ શાનો પ્લાન ?”

“ચાલ…આજે મારા તરફથી ડિનર !”
ક્રિષ્ના કરણને એક રેસ્ટોરન્ટમાં લઇ જાય છે અને બન્ને ડિનર કરતાં કરતાં વાતો કરતાં હોય છે.
“ક્રિષ્ના, બોલ શું કહેવા માંગતી હતી ?” કરણે પૂછ્યું.
“કરણ….આપણે એક ગ્રુપ બનાવીએ અને દરેક શાળા અને કૉલેજમાં જઈને વિદ્યાર્થીઓને મોટિવેશન આપીએ તો ?”
કરણ બોલે છે,
“અરે…વાહ ક્રિષ્ના, આ તો મસ્ત આઈડિયા છે !”
“કરણ, મારા ચાર-પાંચ મિત્રો છે જે આપણને મદદ કરશે.”
“ક્રિષ્ના આવતીકાલે આપણે સીસીડીમાં મળીએ, તું તારા મિત્રોને બોલવજે, હું મારા મિત્રોને બોલાવીશ..!”

બીજા દિવસે સીસીડીમાં બધા જ મિત્રો મળે છે અને કેમ્પઈનિંગ માટે વાતો કરે છે. કરણનો એક મિત્ર ફોટોગ્રાફી જાણતો હોય છે તો કેટલાક મિત્રો સ્પીચમાં એક્સપર્ટ હોય છે. ક્રિષ્ના કરણને કહે છે, “કરણ, હવે આપણે કેટલાક લોકોને તો આત્મહત્યા કરતાં અટકાવી શકીશું” “હા, ક્રિષ્ના…!”
કરણ અને ક્રિષ્નાનું ગ્રુપ શહેરની અને ગુજરાતની સ્કૂલ કૉલેજમાં જાય છે અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે.

કેટલાક વીડિયો યુટ્યુબ પર પણ અપલોડ થાય છે અને લોકોના દિલને જીતી લે છે. કરણને કેટલાક લોકોના મેસેજ આવે છે કે ” અમે તમારા કારણે આત્મહત્યા ન કરી અને એક નવા જીવનની શરૂઆત કરી !”
આમ કરણ અને ક્રિષ્નાએ મળીને પાંચ લોકોની જિંદગીને બચાવી…!

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.