સ્ટાર પ્લસ ચેનલના લોકપ્રિય શોમાંનો એક ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ ઘણા વર્ષોથી ટીવી પર પ્રકાશિત થઇ રહ્યો છે. આ શો ટીઆરપીમાં પણ ટોપ 5માં પોતાની જગ્યા બનાવતો હોય છે. ત્યારે આ શોથી હિના ખાન, કરણ મેહરા સહિત અનેક સ્ટાર્સ પણ લોકપ્રિય થયા છે. હિના ખાન તો હવે બોલિવુડમાં પણ પગ જમાવી રહી છે. ત્યારે આ જ શોથી લોકપ્રિય થયેલ નૈતિક સિંઘાયિના એટલે કે કરણ મેહરા છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે.
તેણે હાલમાં જ પોતાની પત્ની નિશા રાવલ પર એવા આરોપ લગાવ્યા છે, જેને સાંભળી તમને પણ ઝાટકો લાગશે. તેણે કહ્યું કે તે તેના સંબંધને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે રહે છે અને હવે તે પોતાના માટે પોતે લડશે. ગત વર્ષે કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચેના સંબંધોએ ઘણી ચર્ચાઓ મેળવી હતી. નિશાએ કરણ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે અભિનેતાને જેલનો સામનો કરવો પડ્યો હતો. હવે કરણ મેહરાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની લડાઈ લડવાની વાત કરી છે.
તેણે તેની પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું, ‘હું બધું ભૂલી ગયો હતો અને નિશાને મારા ઘરે પાછા આવવા કહ્યું હતું. અમે ફરીથી અમારા સંબંધોને બીજી તક આપવાનો પ્રયાસ કર્યો. પણ હવે ખબર પડી કે મારા ગયા પછી મારા ઘરમાં 11 મહિનાથી એક વ્યક્તિ રહે છે. તે તેની પત્ની અને બાળકોને છોડીને મારા ઘરે રહે છે. કરણ મહેરાએ આ ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું કે ગમે તે થાય, હું મારી લડાઈ જાતે જ લડીશ.
તેણે મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો. મારી 20 વર્ષની કારકિર્દી પર કિચડ ફેંક્યુ. પણ હવે હું સહન નહિ કરું. હું મારું બધું પાછું લઈ જઈશ. હું છેલ્લા એક વર્ષથી ઊંડા આઘાતમાં છું. મેં ઘણું સહન કર્યું છે. હવે હું સહન નહિ કરું. અભિનેતાએ જણાવ્યું કે તેણે નિશા રાવલના 3 મિત્રો સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે નિશા રાવલે કંગના રનૌતના શો ‘લોક અપ’માં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે પરણીત હોવા છતાં તેનું કોઈ અન્ય સાથે અફેર હતું, તે તેનો સારો મિત્ર હતો. આ વિશે જણાવતા નિશા પણ ભાવુક થઈ ગઈ હતી. નિશાએ એમ પણ કહ્યું હતું કે કરણ મેહરાને આ વાતની જાણ હતી.