એરપોર્ટ પર કપિલ શર્માને જોઈને સેલ્ફી લેવા માટે એક ચાહકે મોબાઈલ કર્યો આગળ, તો કપિલે કહ્યું, “કેમરો તો તારો ચાલતો નથી ને…”, યુઝર્સ બોલ્યા “ઘમંડી”, જુઓ વીડિયો

કોમેડિયન કપિલ શર્માનું આ વર્તન ચાહકોને જરા પણ પસંદ ના આવ્યું, લોકોએ લીધો આડેહાથ, જુઓ ચાહક સાથે શું કર્યું વીડિયોમાં…

Kapil Sharma Trolled Mocked Fan : કોમેડીની દુનિયામાં પોતાનું નામ બનાવનાર કપિલ શર્મા કોઈ પરિચયની જરૂર નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્મા એક ચાહકના ફોનની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર તેની કલાસ લગાવી દીધી.

કપિલ શર્મા એરપોર્ટ પર હતો અને ફ્લાઈટ માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેની સાથે સેલ્ફી લેવા માટે પ્રયાસ કર્યો અને પછી ચાહકે કેમેરા વડે ફોટોઝ ક્લિક કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું કે બધા ચોંકી ગયા.  વાસ્તવમાં કપિલ તેના યુએસ ટૂર પર જવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો, કારમાંથી નીચે ઉતરતા જ ત્યાં પેપરાજી એકઠા થઈ ગયા.

તેમની વચ્ચેથી એક ચાહક બહાર આવ્યો અને તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યો. કપિલ પણ તેના ફોન તરફ જોઈને નમી જાય છે. પરંતુ થોડી વાર પછી કપિલ મજાકમાં કહે છે કે “કેમરો તો તારો ચાલતો નથી !” આટલું કહીને તે હસતા હસતા આગળ વધે છે. કેટલાક લોકો કપિલની આ હરકતને સારી કહી રહ્યા છે તો કેટલાક લોકો તેને ઘમંડી અને અભિમાની કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કોમેડિયન કપલે તાજેતરમાં ધ કપિલ શર્મા શોના તેના પ્રવાસ માટે શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેનો છેલ્લો એપિસોડ 23 જુલાઈના રોજ પ્રસારિત થશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કપિલના વીડિયોમાં તે ફેન્સના મોબાઈલ કેમેરાની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. ફેન્સને કપિલનું આ વર્તન પસંદ નથી આવી રહ્યું, જેના કારણે લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

Niraj Patel