દુબઈમાં કોમેડિયન કપિલ શર્માને ચીટિંગ કરવું પડ્યું ભારે, પત્નીની સામે જ અન્ય મહિલાએ માર્યો જોરદાર તમાચો, જુઓ મસ્ત વીડિયો

હોટ ફિગર વાળી યુવતીને જોઈને કપિલ શર્મા થયો લટ્ટુ, પત્નીની સામે જ અન્ય મહિલાએ માર્યો જોરદાર તમાચો, જુઓ મસ્ત ફની વીડિયો

ભારતના પ્રખ્યાત કોમેડીયનમાંના એક કપિલ શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. કપિલ શર્માએ પોતાની મહેનત અને કોમિક ટાઈમિંગથી આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે. તેના કોમેડી શો “ધ કપિલ શર્મા શો”ને પણ આખી દુનિયામાં જોવામાં આવે છે અને તેની કોમેડીને ઘણી જ પસંદ પણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર કપિલ શર્મા વિવાદોમાં પણ ફસાઈ જાય છે તો ઘણીવાર તેની એવી એવી કોમેડી સામે આવે છે કે લોકો પણ પેટ પકડીને હસવા લાગે.

ક્યારેક ક્યારેક કપિલ શર્માનો મજાકિયા અંદાજ પણ ભારે પડતો હોય છે. એવો જ એક કપિલનો  લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં મજાક કરવા બદલ તેને જ પછતાવવાનો વારો આવે છે.  ટેલિવિઝન પર પોતાની કોમેડીથી બધાને ગલીપચી કરનાર કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

થોડા સમય પહેલા કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કપિલ દુબઈમાં એક લક્ઝરી કારમાં ગ્લેમરસ ગર્લ (રોશની ચોપરા)ને લિફ્ટ આપતો જોવા મળે છે. કપિલે યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે લિફ્ટ પણ ઓફર કરી હતી. પરંતુ અહીં એક મોટો વળાંક આવ્યો.

જે કારમાં કપિલ બેઠો હતો અને યુવતીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતો હતો. હકીકતમાં તે કાર તેની હતી જ નહીં. આ વાતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કપિલની પત્ની (સુમોના ચક્રવર્તી)એ તેને દુબઈના રસ્તા પર લાલ રંગની કારમાં કોઈ અન્ય સાથે બેઠેલા જોયો. વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલની પત્ની ભૂરી કારની નજીક આવે છે અને યુવતીની સામે તેને એક્સપોઝ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ યુવતીને ઘણા સમયથી આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કપિલ પોતાની પોલ ખુલી જતા નર્વસ થઈ જાય છે. એટલું જ નહીં, યુવતી કપિલ પર એટલી ગુસ્સે થઈ જાય છે કે તે તેને થપ્પડ પણ મારી દે છે. કપિલને થપ્પડ મારતો જોઈને ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી સૌથી વધુ ખુશ થાય છે અને કપિલનો ચહેરો મુરઝાઈ જાય છે. કપિલની ફની સ્ટાઈલ જોઈને બધા જ હસવા લાગ્યા. સોશિયલ મીડિયામાં આ સ્ક્રિપ્ટેડ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel