આ દિવસોમાં ચારેબાજુ એક જ ગણગણાટ છે, “કાંતારા”… “કાંતારા”….”કાંતારા”…કન્નડ ફિલ્મ “કાંતારા” બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. અગાઉ નિર્માતાઓ અન્ય ભાષાઓમાં ડબ કરવાનું આયોજન કરતા ન હતા, પરંતુ તેની અપાર સફળતાને જોતા નિર્માતાઓને આવું કરવાની ફરજ પડી હતી. પ્રાદેશિક લોકકથાઓ અને રીતરિવાજો પર આધારિત કન્નડ ફિલ્મ 16 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. તે અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ છે અને 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક છે.
તેના દિગ્દર્શક અને સ્ટાર ઋષભ શેટ્ટી અને સપ્તમી ગૌડાની એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા છે. સપ્તમી ગૌડાએ આ ફિલ્મમાં લીલાનું પાત્ર ભજવ્યું હતું. સપ્તમી મુખ્યત્વે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. “કાંતારા”ની વાર્તા, સંવાદો, ગીતો, કલાકારો અને દિગ્દર્શન અને સંગીત બધું જ સરસ છે. આ બધાની વચ્ચે “કાંતારા”ની એક્ટ્રેસ પણ ઘણી ચર્ચામાં છે. “કાંતારા”ની લોકપ્રિયતા પછી તો તે સ્ટાર બની ગઇ છે, અને તેની લોકપ્રિયતામાં પણ ઘણો વધારો થયો છે.
કંતારામાં લીલાનું પાત્ર નિભાવનાર સપ્તમી ગૌડા મૂળભૂત રીતે કન્નડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેને ઇન્ડસ્ટ્રીમાં માત્ર બે વર્ષ થયા છે, પરંતુ કંતારામાં કામ કર્યા બાદ હવે તેની લોકપ્રિયતા અદ્ભુત થઇ ગઇ છે. સપ્તમી ગૌડાનો જન્મ 8 જૂન 1996ના રોજ થયો હતો અને તે માત્ર 27 વર્ષની છે. સપ્તમી ગૌડાનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. તેના પિતા અસિસ્ટેંટ પોલિસ કમિશ્નર છે. તેણે તેનું શાળાકીય શિક્ષણ બેંગ્લોર સ્કુલમાંથી કર્યું અને ત્યારબાદ સિવિલ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
સપ્તમી ગૌડા અભ્યાસમાં ઘણી જ હોશિયાર હતી તેમજ તે રાષ્ટ્રીય સ્વિમર પણ રહી ચુકી છે. સપ્તમી ગૌડાએ વર્ષ 2020માં અભિનયની શરૂઆત કરી હતી. તેની પ્રથમ ફિલ્મ પોપકોર્ન મંકી ટાઈગર હતી. સપ્તમી ગૌડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેની ખૂબસૂરત તસવીરો શેર કરે છે. સપ્તમી ગૌડા માટે ફિલ્મ કંતારા ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ છે. આ ફિલ્મે તેને લોકો વચ્ચે ઘણી જ ફેમસ કરી દીધી છે. તે આ ફિલ્મને ખૂબ જ ખાસ માને છે અને તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તે કંતારામાં તેણે જે પાત્ર ભજવ્યુ છે, તે લીલાનું નામ પણ લખે છે.
કંતારા ફિલ્મમાં સપ્તમીના લીલાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સપ્તમી એક ફોરેસ્ટ ગાર્ડ અને ઋષભની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં સિમ્પલ સ્ટાઈલથી લોકોનું દિલ જીતનાર સપ્તમી રિયલ લાઈફમાં પણ ખૂબ જ સાદું જીવન જીવે છે. જો તમે સપ્તમીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો તેની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી પોઝીટીવીટી સાથે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે.
તેણે તેના ઇન્સ્ટા પ્રોફાઇલ પર તેના પરિવાર સાથેની ઘણી તસવીરો શેર કરી છે. ફિલ્મની સફળતા બાદ પણ સપ્તમીના અંગત જીવનમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી. એક ઈન્ટરવ્યુમાં પોતાના પરિવારનો ઉલ્લેખ કરતા સપ્તમીએ કહ્યું, “ફિલ્મ રીલિઝ થયા પછી પણ તે ઘરના તમામ કામો કરે છે જે તે પહેલેથી જ કરી લીધી રહી છે. પરિવાર ખૂબ જ ખુશ છે પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી.
આ દર્શાવે છે કે સપ્તમીને તેના પરિવાર તરફથી સાદગી મળી છે. એક ઈન્ટરવ્યુમાં સપ્તમીએ જણાવ્યું હતું કે, ‘ઋષભ શેટ્ટી તેની ફિલ્મમાં એક એવો ચહેરો શોધી રહ્યો હતો, જે ફિલ્મ માટે પરફેક્ટ હોય અને હું ઈન્સ્ટાગ્રામ પર હતી. તસવીર જોઈ અને મને ઓડિશન તેમજ લુક ટેસ્ટ માટે બોલાવવામાં આવી અને પછી શું હતુ લુક પરફેક્ટ હોવાને કારણે તેઓએ સપ્તમીને કાસ્ટ કરી.