સારા અલી ખાન ફરવા ઉપડી, બ્લેક બિકી જેવું પહેરી લીધું, આંખો બંધ કરી દેશો જોઈને

બ્લેક રંગનું બિકી જેવું પહેરી લીધું નવાબ સારાએ, ફેન્સ થઇ ગયા લટ્ટુ… જુઓ નવી નવી તસવીરો

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનને ફરવાનો ઘણો શોખ છે. કામમાંથી બ્રેક મળતા જ તે ક્યાંક ફરવા જતી રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના જીવનની ઝલક પણ શેર કરતી રહે છે. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોમાં તે અલગ અલગ પોઝમાં જોવા મળી રહી છે. સારા અલી ખાનની આ તસવીરો તેની અગાઉની મુસાફરી દરમિયાનની છે. સારાએ 4 તસવીરો શેર કરી છે, જેમાં તે હળવા મૂડમાં જોવા મળી રહી છે. યુઝર્સે તેની તસવીરો પર કોમેન્ટ કરીને તેના વખાણ કર્યા છે.

ત્યાં ઘણા લોકોએ તેને ટ્રોલ કરી શુભમન ગિલ પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. સારા અલી ખાનની પહેલી તસવીરમાં તે બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે. તે આંખો બંધ કરીને આરામ કરતી જોવા મળે છે. બીજી તસવીરમાં, તે બ્રાલેટ અને શોર્ટ્સ પહેરીને ઝાડ પર ઊભી રહીને પોઝ આપી રહી છે. એક ફોટોમાં તે ધ્યાનની મુદ્રામાં છે. છેલ્લા ફોટામાં સારા સુંદર પહાડોની વચ્ચે ઉભી છે. સારાએ આ ફોટા સાથે લખ્યું છે, મારી પાસે પ્રકૃતિ છે, કલા છે, કવિતાઓ છે…

પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણતા સારાએ કહ્યું કે આ બધું પૂરતું નથી અને જો પૂરતું નથી તો શું પૂરતું છે ? સારા ફોટામાં ઝાડ પર ચડતી જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે ખૂબ એન્જોય કરી રહી છે. સારાના વેકેશનના કેટલાક વધુ ફોટો પણ સામે આવ્યા છે, જેમાં તે બીચ પર મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. સારાના ઘણા ફોટા છે, જેમાં તે બિકીમાં જોવા મળી રહી છે. તેનો ગ્લેમ લુક ચાહકોને આકર્ષી રહ્યો છે. રેઈન્બો કલરની બિકીમાં પૂલમાં તેના ફોટોઝ પરથી ચાહકો પોતાની નજર ઉતારી શકતા નથી.

સારા અલીએ વેકેશન દરમિયાન અલગ-અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કર્યા છે, જેમાં તેનો લુક એકદમ અલગ છે. સારા અલીની ડિઝાઈન કરેલી બિકી પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મનીષ મલ્હોત્રાએ સારાની તસવીર પર હાર્ટનું ઈમોજી બનાવ્યું છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘સૈફ અલી ખાનનું થોડું માન રાખ.’ એકે કમેન્ટ કરી કહ્યુ- ‘તમારો ધર્મ બદલો.એક યુઝરે કહ્યુ “જે બાકી છે તે પણ ખોલી દે.

ઓછામાં ઓછું સૈફ અલી ખાનનું સન્માન તો રાખ.” ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, તારા આ કપડાં તને નરકમાં લઈ જશે. એક યુઝરની કોમેન્ટ છે, “એક દિવસ આ યુવાનીનો અંત આવશે.” શુબમન ગિલ સર કેમ છે ? તમને જણાવી દઈએ કે સારા અલી ખાનનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. સારા છેલ્લે દિગ્દર્શક આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી, જેમાં તેણે અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કર્યું હતું. તેની આગામી ફિલ્મોમાં લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મ અને ‘ગેસલાઈટ’નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Shah Jina