40 વર્ષથી વધુ ઉંમર થઇ ગઇ હોવા છત્તાં હજુ પણ કુંવારી છે બોલિવુડની આ અભિનેત્રીઓ, અમુકની જવાની હવે ખીલી ઉઠી

પરફેક્ટ દુલ્હાની શોધમાં કોઇ થઇ 46ની તો કોઇના નીકળી ગયા 45 વર્ષ,  વૃદ્ધ થવાની આરે છે હવે…. લગ્નની સુહાગરાત પણ રહી ગઈ

એવું કહેવાય છે કે ઉપરવાળો જોડી બનાવે છે અને વહેલા-મોડા જે મળવાનું હોય તે મળી જાય છે. એવું લાગે છે કે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓએ આ રાહમાં વર્ષો કાઢી નાખ્યા છે. કેટલીક 40, તો કેટલીક 45-46 વર્ષની થઇ છે, પરંતુ તેઓ હજુ પરફેક્ટ દુલ્હાની શોધમાં છે. તો ચાલો જાણીએ એવી બોલિવુડ અભિનેત્રીઓ વિશે જે 40 વર્ષથી વધુ ઉંમર વીતી ગયા હોવા છત્તાં પણ કુંવારી છે.

સુષ્મિતા સેનઃ મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતાના આજે પણ લાખો ફેન્સ છે, પરંતુ આ અભિનેત્રી 46 વર્ષની ઉંમરે આજે પણ કુંવારી છે. રોહમન શૉલને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા હતા. રોહમન અને સુષ્મિતાના બ્રેકઅપ બાદ સુષ્મિતાનું નામ લલિત મોદી સાથે જોડાયુ હતુ. લલિત મોદીએ તેના અને સુષ્મિતાના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા. જે બાદ બંને વચ્ચેની ડેટિંગની અફવાઓએ ઘણી ચર્ચાઓ મેળવી હતી.

અમીષા પટેલ: માસૂમ સોનિયાએ તેની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી દરેકના દિલને ધડકાવ્યુ પરંતુ આજ સુધી અમીષા પટેલનું દિલ કોઈ માટે ધડક્યું નથી. એટલા માટે 45 વર્ષની થઈ ચૂકેલી અમીષા હજુ પણ કુંવારી છે. અમીષા પટેલે હજુ લગ્ન કર્યા નથી.

તબ્બુઃ 90ના દાયકાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આ અભિનેત્રી આજે પણ ફિલ્મોમાં સક્રિય છે અને દરેક વખતે પોતાના પાત્રોથી એક અલગ જ છાપ છોડે છે. તબ્બુ 51 વર્ષની છે પરંતુ આજ સુધી તેને યોગ્ય જીવનસાથી મળ્યો નથી. તબ્બુ એકલા રહેવાનું પસંદ કરે છે અને આ સમયે તે પોતાની પસંદગીની માસ્ટર છે.

સાક્ષી તંવરઃ ટીવીથી ફિલ્મ અને ફિલ્મથી ઓટીટી સુધીની સફર કરનાર સાક્ષી તંવર પણ એક અદભૂત અભિનેત્રી છે. પરંતુ તેણે પણ એકલા રહેવાનો નિર્ણય લીધો હોય તેવું લાગે છે. 49 વર્ષની સાક્ષી તંવર સિંગલ મધર છે, તેણે એક દીકરીને દત્તક લીધી છે, હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી.

નરગીસ ફખરીઃ રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટારથી રાતોરાત ફેમસ થઈ ગયેલી નરગીસ ફખરીનું નામ રણબીર કપૂર જેવા સ્ટાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે, પરંતુ આજ સુધી નરગીસે ​​લગ્ન કર્યા નથી. નરગીસ ફિલ્મોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. હસીનાએ પોતાની ઉંમરને એવી મુઠ્ઠીમાં કેદ કરી લીધી છે કે તેની ઉંમર 42 વર્ષની છે તે કહેવું મુશ્કેલ છે.

તનિષા મુખર્જી: અજય દેવગન માટે કાજોલનું હૃદય ધબકતું હતું અને બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ કાજોલની બહેન તનિષા મુખર્જીની પરફેક્ટ વરની શોધ આજે પણ ચાલુ છે. આ 44 વર્ષીય હસીનાએ અભિનયમાં પાછા ફરવાની યોજના બનાવી છે, પરંતુ તે ક્યારે લગ્ન કરવાની યોજના બનાવશે તે ફક્ત ભગવાન જ જાણે છે.

Shah Jina