“કારની નીચે ફસાઈ હતી યુવતી, હું પીછો કરતો રહ્યો… ટાયર ફાટ્યું હોય તેવો અવાજ આવતા જ…” જુઓ આ ઘટનાને નજરે જોનારાએ શું કહ્યું

દિલ્હીના કાંઝાવાલામાં થયેલા અકસ્માતમાં એક માસુમ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો. એક કાર ચાલક યુવતીની સ્કૂટીને ટક્કર મારીને તેને 12 કિલોમીટર સુધી ઘસેડતો રહ્યો, આ દરમિયાન યુવતીના શરીરમાં લોહીનું એક ટીપું પણ ના રહ્યું અને તેના શરીર પર રહેલા બધા જ કપડા પણ ફાટી ગયા હતા. આ દુર્ઘટનામાં યુવતીનું મોત થયું હતું. ત્યારે હવે આ મામલામાં એક નવો વળાંક પણ સામે આવ્યો છે.

ઘટના સમયે સ્કૂટી પર બે યુવતીઓ સવાર હતી, બીજી યુવતી અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગઈ હતી. પોલીસે તેની પણ ઓળખ કરીને પુછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ આ ઘટનાને પોતાની નજરે જોનારા વ્યક્તિનું નિવેદન પણ સામે આવ્યું છે. આ ઘટનાને નજરે જોનારા વ્યક્તિએ કહ્યું હતું કે ગાડીનું ટાયર ફાટવા જેવો અવાજ આવી રહ્યો હતો. તેની નીચે એક લાશ હતી. તેણે એમ પણ જણાવ્યું કે લાશને જોઈને ખબર નહોતી પડી રહી કે આ લાશ કોઈ મહિલાની છે કે કોઈ પુરુષની કારણ કે ત્યારે ખુબ જ અંધારું હતું.

આ ઘટનાને નજરે જોનાર વ્યક્તિએ વહેલી સવારે 3 વાગે અને 20 મિનિટે દિલ્હી પોલીસને ફોન કર્યો હતો. તેણે એમ પણ જણાવ્યું કે પોતાની સ્કૂટીથી તેણે કારનો પીછો કરવાનું પણ શરુ કરી દીધું હતું. તેને સવારે 3 વાગે અને 18 મિનિટે બલેનો કારની નીચે બોડી જોઈ હતી. તે સવારે ચોક આવ્યો હતો અને દુકાન ખોલી હતી. ત્યારે જ તેણે પોલીસને પણ કોલ કર્યો હતો.

તેને કહ્યું કે ગાડીનું ટાયર ફાટ્યું હોય તેવો અવાજ તેને સાંભળ્યો. ગાડી પણ એવી રીતે ચાલી રહી હતી જાણે કે ટાયર ફાટ્યું હોય. તેને જણાવ્યું કે જયારે મેં ગાડી તરફ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ગાડીમાં કઈ દેખાતું નહોતું. મારી દુકાનની સામે આવ્યા બાદ મારું ફોકસ તેના પર થયું. જેના બાદ જોયું કે તેની નીચે ડેડ બોડી ફસાયેલી છે. ગાડી એમ જ ચાલતી હતી. તેની સ્પીડ 20-25ની આસપાસ હશે. જેના બાદ 112 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી.

Niraj Patel