નાની છોકરીના “ગંગુબાઇ કાઠિયાવાડી” બનવા પર ભડકી કંગના, ડાયલોગ બોલવા પર કહી આ વાત

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનને કારણે જાણિતી છે. તાજેતરમાં, અભિનેત્રીએ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઇયાં’ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારે હવે અભિનેત્રીએ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના એક વીડિયો પર નિવેદન આપ્યું છે. કંગનાએ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવા પણ કહ્યું હતું. કંગના રનૌતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” ના ડાયલોગ્સ બોલતી નાની બાળકી સામે વાંધો ઉઠાવ્યો છે.

થોડા સમય પહેલા જ એક નાની છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડાયલોગ્સ બોલતી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે વીડિયોમાં યુવતીનો લૂક ફિલ્મમાં આલિયાના લૂક સાથે મળતો આવે છે. આ સાથે વીડિયોમાં યુવતી મોઢામાં બીડી દબાવતી જોવા મળી હતી.અભિનેત્રી કંગના રનૌતે આ યુવતીના આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે.

વીડિયોમાં છોકરી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટના પાત્રની નકલ કરતી જોવા મળી હતી. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક પ્રકરણ પરથી લેવામાં આવી છે. ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન અને વિજય રાજ ​​પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું- ‘સરકારે એવા તમામ માતા-પિતા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેઓ એક પ્રખ્યાત વેશ્યાની બાયોપિક ફિલ્મના પ્રમોશનમાંથી પૈસા કમાવવા માટે સગીર બાળકોનું યૌન ઉત્પીડન કરી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી કૃપા કરીને આમાં હસ્તક્ષેપ કરો. આ સાથે કંગના રનૌતે ગંગુબાઈ ફિલ્મના ડાયલોગ્સ બોલતી છોકરી પર આકરા નિવેદન આપતા કહ્યું- ‘આ છોકરી મોઢામાં બીડી રાખીને ગંદા ડાયલોગ બોલી રહી છે. તેની બોડી લેંગ્વેજ જુઓ, શું આ ઉંમરે આ છોકરીને આવી દેખાડવી બરાબર છે ?

Shah Jina