ગુજરાતના સૌથી ઝડપતી વિકસતી ફિટનેસ ચેઇન “જિમ લાઉન્જ”ને મળ્યો વધુ એક મોટો એવોર્ડ, અભિનેત્રી કંગના રનૌતના હાથે મળ્યું સન્માન, જુઓ વીડિયો

ગુજરાત સરકાર બાદ હવે બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે આપ્યો ગુજરાતી સૌથી ફાસ્ટેટ ગ્રોઇન્ગ ફિટનેસ ચેઇન “જિમ લાઉન્જ”ને એવૉર્ડ, જુઓ તસવીરો

Actress Kangana Ranaut gave an award to Gym Lounge : આજના સમયમાં જિમ જવું એ યુવાનોમાં એક મહત્વનું પાસું બની ગયું છે. યુવાનો પોતાના ફિટનેસ પ્રત્યે ખુબ જ જાગૃત બન્યા છે અને રોજ જિમમાં જઈને પરસેવો પણ વહાવતા હોય છે. ત્યારે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં હવે સેંકડો જિમ પણ બની ગયા છે, ત્યારે લોકોને એ પ્રશ્ન પણ થાય કે ક્યુ જિમ વધારે સારા એક્યુપમેન્ટ અને સુવિધા આપે છે અને સાથે જ ખિસ્સાને પણ પોસાય. ત્યારે ગુજરાતમાં હાલ “જિમ લાઉન્જ” નામની બ્રાન્ડ અલગ અલગ શહેરોમાં પોતાની બ્રાન્ચ સ્થાપી રહી છે.

કંગના રનૌત દ્વારા મળ્યો એવોર્ડ :

આ જિમમાં કસરત કરવા માટે આવનારા દરેક તેની સર્વિસથી ખુબ જ ખુશ છે અને ગુજરાતની આ ફાસ્ટેટ ચેઇનને ઘણા બધા એવોર્ડ પણ મળી ગયા છે. ત્યારે હાલ જિમ લાઉન્જને વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે. હાલમાં જ યોજાયેલા એક સમારંભની અંદર બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતના હાથે ગુજરાતની સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી જિમ ચેઇન માટે “જિમ લાઉન્જ”ને એવૉર્ડ આપવામાં આવ્યો હતો, જેના વીડિયો અને તસવીરો સામે આવી છે.

ઓપનિંગમાં આવે છે બોલીવુડના દિગ્ગજ કલાકારો :

ગુજરાતના અલગ અલગ શહેરોમાં જિમ લાઉન્જની શાખાઓ આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો કસરત કરે છે. આ ઉપરાંત જિમ લાઉન્જની જયારે નવી બ્રાન્ચ ખુલતી હોય ત્યારે તેના ઓપનિંગમાં બૉલીવુડના મોટા મોટા કલાકારો પણ આવતા હોય છે. જેમાં સુનિલ શેટ્ટી, ઉર્વશી રૌતેલા, વિદ્યુત જામવાલ, અરબાઝ ખાન જેવા ઘણા નામ સામેલ છે. આ જિમ લાઉન્જની શરૂઆત કરી હતી વિજય સિંહ સેંગરે. તેમને યુવાનોના સ્વાસ્થ્યનો વિચાર કરીને જિમ લાઉન્જની સ્થાપના કરી હતી.

2016માં થઇ હતી જિમ લાઉન્જની શરૂઆત :

વિજયસિંહના જીવન સાથે જોડાયેલી કહાની પણ ખુબ જ રસપ્રદ છે. વર્ષ 2011માં તેમને પોતાની કારકિર્દીની શરૂઆત વાડિયા ગ્રુપના ગો એરમાં ફ્લાઇટ સ્ટુઅર્ટ તરીકે કરી હતી, પરંતુ તેમની ફિટનેસ પ્રત્યેની મહત્વકાંક્ષા અને બોડી બિલ્ડિંગના શોખના કારણે તેમને વર્ષ 2012માં જીમની શરૂઆત કરી. જિમ કરતા કરતા જ તેમને પોતાનું જ જિમ શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમને પોતાનું પહેલું જિમ 24 જૂન 2016માં શરૂ કર્યું.  જેમાં તેમને જિમમાં જોડાનારા સભ્યો માટે જિમમાં કસરત કરાવવા સિવાય લાઈવ ફ્રૂટ કોર્ટ પણ આપવાનું શરૂ કર્યું અને તેના કારણે જ તેમને જિમની આગળ એક શબ્દ  ઉમેર્યો લાઉન્જ અને જિમનું નામ આપ્યું જિમ લાઉન્જ.

ગુજરાતના અલગ અલગ શહેરોમાં છે બ્રાન્ચ :

વિજયસિંહે જિમ લાઉન્જમાં કોર્પોરેટ લેવલનો પણ સમાવેશ કર્યો જેના કારણે તેમને સફળતા પ્રાપ્ત થઇ, આજે અમદાવાદ મોટેરા, ગોતા, નવા રાણીપ, વસ્ત્રાલ, સાઉથ બોપલ, મણિનગર, નવા નરોડા, ઘાટલોડિયા, બોડકદેવ, વટવા, ચાંદખેડા, મેઘાણીનગર અને અમદાવાદની બહાર પણ રાજકોટ અને ગાંધીનગર સમેત 21 કરતા પણ વધારે આઉટલેટ આજે જિમ લાઉન્જના છે. આ ઉપરાંત તેમની પાસે 300થી વધુ ફિટનેસ ટ્રેનર છે.

Niraj Patel