પદ્મશ્રી વિજેતા કંગના રનૌતે પાર કરી બોલ્ડનેસની તમામ હદ, નવી ફિલ્મમાં આપ્યા શરમજનક દ્રશ્યો

અભિનેત્રી કંગના રનૌતની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધાકડ ખુબ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પટકાઈ. કંગનાની ફિલ્મ સાથે જે થયું તે કોઈ ડરામણા સપનાથી કમ નથી.ફિલ્મ માટે 4 કરોડ કમાવવા પણ મુશ્કિલ થઇ રહ્યા છે.

આટલી ફ્લોપ ફિલ્મ કંગનાએ પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ જોઈ નહીં હોય. મીડિયા રિપોર્ટના આધારે ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનને લીધે તેને ઓટિટિ અને સેટેલાઇટ રાઇટ્સ ખરીદવા માટે કોઈ ખરીદદાર નથી મળી રહ્યા.


ધાકડ ફિલ્મ પુરી રીતે ફ્લોપ સાબિત થઇ છે. પ્રોડ્યુસર્સ હવે અપેક્ષા પણ કરી શકે તેમ નથી કે ઓટિટિ અને સેટેલાઇટ રાઇટ્સ સારા ડિમાન્ડમાં વહેંચાશે. ફિલ્મને લઈને નકારાત્મક માહોલ પહેલાથી જ બની ચુક્યો છે.

જો કે ફિલ્મ રિલીઝ પહેલા કંગનાએ ફિલ્મનું ખુબ પ્રમોશન કર્યું હતું. ફિલ્મનું ગીત She’s on Fire ટીજરને જોઈને લોકો ખુબ જ ઉત્સાહિત થઇ ગયા હતા કેમ કે તેમાં કંગના હદથી પણ વધારે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

કંગનાએ પોતાના આ ગીતના ટીઝરને પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. જેના પરથી મેકર્સને એવી અપેક્ષા હતી કે ફિલ્મ તાબડતોડ કમાણી કરશે.આ ગીતમાં અવાજ સિંગર બાદશાહે આપેલો છે.

આ ગીતમાં કંગના સિવાય અર્જુન રામપાલ પણ જોવા મળ્યો હતો.ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું હતું કે,”આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ પણ તેને ઓલવી નહિ શકે”.

વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ થલાઈવી બાદ કંગના ફિલ્મ ધાકડમાં જોવા મળી હતી. તેના પહેલા તે રિયાલિટી શો લોક અપ જજ કરી ચુકી છે. કંગના પાસે હાલ ફિલ્મ તેજસ અને ટીકુ વેડ્સ શેરૂ જેવા અપકમિંગ પ્રોજેક્ટ છે. ફિલ્મે 8 દિવસમાં ફક્ત 3 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. ફિલ્મ માટે આઠમો દિવસ ખૂબ જ નિરાશા જનક રહ્યો હતો. ફિલ્મના આઠમાં દિવસમાં આખા દેશમાંથી માત્ર 20 ટિકિટોનું જ વેચાણ થયું. ફિલ્મની આઠમાં દિવસની કમાણી ફક્ત 4420 રૂપિયા જ થઈ.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

Krishna Patel