પોતાના સુરીલા અવાજમાં “આવી અષાઢી બીજ” ગાઈને વાયરલ થઇ ગયેલા આ ચા વાળા કાકા કચ્છના નહીં પરંતુ આ ગામના છે, જુઓ વીડિયો
Kamlesh Gadhvi Viral Video : ગુજરાતની અંદર “બિપરજોય” વાવાઝોડાએ ઘણી મોટી તારાજી સર્જી, જેના ઘણા બધા દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા, આ વિડીયો અને તસવીરો જોઈને કોઈનું પણ હૈયું ભરાઈ આવે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાનું વધુ કહેર જોવા મળ્યો હતો.
ત્યારે આ દરમિયાન એક અન્ય વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો, જેમાં એક ચા વાળા ભાઈ દુહા છંદની રમઝટ જવાની લોકોમાં નવીઓ ઉત્સાહ ભરતા જોવા મળ્યા હતા અને તેમના વીડિયોએ લોકોને એક નવો ઉમંગ પણ જગાડ્યો હતો, ત્યારે લોકોના મનમાં એક સવાલ એ પણ ઉભો થયો હતો કે આ વ્યક્તિ છે કોણ ?
કાળા ડિબાંગ વાદળોની નીચે ચાની દુકાનમાં ચા બનાવતા બનાવતા ગુજરાતી લોકગીતો અને છંદ દુહાની રમઝટ જમાવનાર આ વ્યક્તિનો વીડિયો જોઈને લોકો ક્યાસ લગાવી રહ્યા હતા કે આ વ્યક્તિ કચ્છના કોઈ ગામનો હશે. પરંતુ હવે આ વ્યક્તિની સાચી માહિતી પણ સામે આવી ચુકી છે.

આ વ્યક્તિ કચ્છ નહીં પર્નાતું બોટાદ જિલ્લાના ઢસા ગામના વ્યક્તિ છે, જેમનું નામ કમલેશભાઈ ગઢવી છે અને તે ઢસામાં જ ચાની દુકાન ચલાવે છે. ઢસા ચોકડી પાસે જ તેમની ચાની કેબીન છે અને તેઓ ઘણા કાર્યક્રમો પણ કરી ચુક્યા છે. તેઓ પોતે જ એક ગાયક કલાકાર પણ છે. સ્ટેજ પ્રોગ્રામ કરવાની સાથે સાથે તે હાલ ચાની કેબીન ચલાવે છે.

જયારે ગુજરાતમાં બિપરજોય વાવઝોડુ આવ્યું ત્યારે પણ તેઓ તેમના નિત્યક્રમ મુજબ પોતાના કેબીન પર આવીને ચા બનાવી રહ્યા હતા અને પોતાની મસ્તીમાં જ દુહા છંદની રમઝટ જમાવવા લાગ્યા, ત્યારે તેમના કેબીન પર નિયમિત ચા પીવા માટે આવતા તેમના એક મિત્રએ તેમનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો અને તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગયો.

કમલેશભાઈ એક ગાયક કલાકાર હોવાની સાથે સાથે એક કોમળ હૃદય પણ ધરાવે છે. તેમના કેબીન પર કોઈ ગરીબ વ્યક્તિ આવે તો તેને ફક્ત 5 રૂપિયામાં ચા પીવડાવે છે અને જો તેની પાસે પાંચ રૂપિયા પણ ના હોય તો મફતમાં પણ ચા પીવડાવતા હોય છે. આજની તારીખમાં પણ તેઓ એન્ડ્રોઇડ ફોન નહિ પરંતુ સાદો ફોન જ વાપરે છે.
View this post on Instagram
કમલેશભાઈ મોજીલા માણસ છે અને ચા બનાવતા બનવતા જ ગીતોની રમઝટ જમાવે છે, સાથે જ દુહા છંદ પણ લલકારે છે. જેના કારણે તેમની કેબીન પર ચા પીવા માટે આવતા લોકોને પણ મોજ પડી જાય છે. ગ્રાહકો પણ તેમના હાથની ચા પીવાની સાથે સાથે તેમના ગીતોની રમઝટ પણ માણવા માટે આવે છે.