બિલ્ડિંગમાં ઘુસતા જ સ્ટાફ પર ભડકી કાજોલ, ગુસ્સાવાળુ રૂપ જોઇ યુઝર્સ બોલ્યા- નકામો એટીટ્યુડ દેખાડે છે – આ તો નાની જયા બચ્ચન છે…
આજકાલ કાજોલ તેની સ્પષ્ટવક્તા સ્ટાઈલ માટે જ નહીં પરંતુ તેના ગુસ્સા માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી સ્ટાફ પર ગુસ્સે થતી જોવા મળી હતી. એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પોતાના બોડીગાર્ડને ધક્કો મારતી જોવા મળી હતી. ત્યારે હવે યૂઝર્સ કાજોલનો લેટેસ્ટ વીડિયો જોઈને અલગ અલગ રિએક્શન આપી રહ્યાં છે. વીડિયોમાં કાજોલ ઝડપથી બિલ્ડિંગની અંદર જતી જોવા મળી રહી છે.
પ્રવેશતાની સાથે જ તે એક સ્ટાફ પર ગુસ્સે થતી જોવા મળે છે. તે સ્ટાફને કંઈક કહી રહી છે, અને બહાર આંગળી ચીંધી રહી છે છે. સ્ટાફ મેમ્બર ચુપચાપ ઉભા છે અને સાંભળે છે. આ પછી, કાજોલ સોફા પર બેઠેલા વ્યક્તિ તરફ આગળ વધે છે, અને તેની સાથે કંઈક નારાજગી વ્યક્ત કરે છે. આ પછી તે ગુસ્સામાં અંદર જાય છે. આ વીડિયો પર યૂઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે.
એક યુઝરે લખ્યું, ‘મેમે કહ્યું કે આ ભિખારીઓને ઝડપથી ભગાડો.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ મહિલા બિનજરૂરી વલણ બતાવે છે.’ જ્યારે અન્ય એકે કહ્યુ- ‘આ નાની જયા બચ્ચન છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જયા બચ્ચનની કોપી છે.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો, કાજોલ વર્ષ 2023માં ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળી હતી. હવે તે ‘દો પત્તી’ અને ‘મહારાણીઃ ક્વીન ઓફ ક્વીન્સ’માં જોવા મળશે. આ સિવાય તે ‘મા’ નામની બીજી ફિલ્મમાં જોવા મળશે, જેની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
View this post on Instagram