DDLJના 26 વર્ષ પૂરા થવા પર કાજોલે કહી દીધી એવી વાત કે ભડકી ઉઠ્યા શાહરૂખ ખાનના ચાહકો

શાહરુખની ખાસ કહેવાતી કાજોલને લોકોએ હડફેટે લીધી, આર્યન ખાન જેલમાં હોવા છતા પણ…

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે”ને રીલિઝ થયાને આજે 26 વર્ષ પૂરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર કાજોલે એક ટ્વીટ કરી છે, જે બાદ તે ટ્રોલ થઇ રહી છે. જણાવી દઇએ કે, આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન હતા. કાજોલના ટ્વીટ કર્યા બાદ શાહરૂખ ખાનના ચાહકો કાજોલ પર ગુસ્સે થઇ રહ્યા છે. કાજોલે ફિલ્મને 26 વર્ષ પૂરા થવા પર ફિલ્મના એક સીનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મના છેલ્લા સીનનો છે. જેમાં સિમરન ભાગતા રાજનો હાથ પકડી ટ્રેનમાં ચઢી જાય છે.

આ વીડિયો શેર કરતા કાજોલે લખ્યુ છે કે, સિમરને  વર્ષ પહેલા ટ્રેન પકડી હતી અને અમે બધાને તેમના પ્રેમ માટે આભાર કહી રહ્યા છે. કાજોલનું આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે અને તેના પર શાહરૂખ ખાનના ચાહકો રિએક્શન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.

ઘણા યુઝર્સ કાજોલ પર ગુસ્સે થઈ રહ્યા છે. તે કહે છે કે અભિનેત્રીએ તેના બેસ્ટફ્રેન્ડ શાહરૂખ ખાનને ટેકો આપવો જોઈએ. તે પણ ફિલ્મનો એક ભાગ હતો, આજે શાહરૂખ જે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તે વાતની કાળજી લેવી જોઈએ. એક યુઝરે લખ્યું, “આર્યન ખાનને જામીન નથી મળી રહ્યા, તેમની પાસેથી કંઈ મળ્યું નથી, તમને ખબર નથી? શરમ આવે છે? શું આ તમારી મિત્રતા છે?”

અન્ય એક યુઝરે લખ્યું, શાહરૂખ ખાનની સો કોલ્ડ ફ્રેન્ડ શરમ કરો. અહીં મિત્રના દીકરા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેના માટે ટ્વીટ નથી કરતી અને DDLJ સેલિબ્રેટ કરવુ છે. ખરેખર આ બોલીવુડના લોકો ખૂબ ખરાબ છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાનને સપોર્ટ કરવો જોઈએ. તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

કાસ્ટની વાત કરીએ તો ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં ફરીદા જલાલ, અમરીશ પુરી, અનુપમ ખેર અને મંદિરા બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મની વાર્તા ખૂબ જ સુંદર હતી. રાજ અને સિમરન વેકેશન દરમિયાન એકબીજાના પ્રેમમાં પડે છે. સિમરનના પિતાએ તેના લગ્ન બીજે નક્કી કરી દીધા હોય છે. આવી સ્થિતિમાં રાજ સિમરનના પિતાને કેવી રીતે મનાવે છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

Shah Jina